મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વરસાદી પાણી ત્રણ દિવસથી ખેતરમાં ભરાયેલા હોવાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું છે
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થયા હતા જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે અને મોરબી જિલ્લામાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ પાકમાં ત્રણ ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં મોરબી જિલ્લામાં નુકસાન થયું છે
આ બાબતે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે તેઓએ માળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે ખેડૂતોના ખેતરમાં લગભગ એકાદ ફૂટ જેટલા પાણી ભરેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનનો આગામી બે દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓને સહાય મળે તેવી વ્યવસ્થા કરાશે તેવી તેમને માહિતી આપી હતી.
માળીયા તાલુકાના રાસંગપર ગામના સરપંચ અશોકભાઇ દેવજીભાઇ ઘુમલીયા અને ભરતભાઇ ખોખરે જણાવ્યું હતું કે, મચ્છુ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણી માળીયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે જેમાં રાસંગપર, નવાગામ ફતેપુર, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા માળિયાની આસપાસના વિસ્તારમાં ખેતરોની અંદર મચ્છુના પાણી પહોંચી ગયા હતા જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આવી જ રીતે મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોના ઉભા પાકને બહુ મોટું નુકસાન હોવાનું ખેડૂતોમાં રહ્યું છે.