New Rules From September: સપ્ટેમ્બર 2024માં પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલ કેટલાય મોટા ફેરફાર થવાના છે. આ ફેરફારમાં એલપીજી સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમ અને આધાર કાર્ડ અપડેટ જેવા નિયમો સામેલ છે. સામાન્ય લોકોએ આ નિયમો જાણવા ખૂબ જ જરુરી છે. જેથી તે પોતાના બજેટને મેનેજ કરી શકે.
આધાર કાર્ડ ફ્રી અપડેટ– UIDAIએ આધાર દસ્તાવેજ અપડેટ કરવાની મફત સર્વિસને 14 સપ્ટેમ્બર 2024 સુધી વધારી દીધું છે. UIDAIએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાની ઓળખાણ અને સરનામાના ડોક્યુમેન્ટને ઠીક કરે અને સમયસર અપડેટ કરે.
એલપીજીના સિલિન્ડરના ભાવમાં ફેરફાર– સપ્ટેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. તેની અસર ઘરેલૂ અને કોમર્શિયલ ગ્રાહકો પર પડશે. ત્યારે આવા સમયે બંને ફેરફાર વિશે જાણકારી હોવી જોઈએ. જેથી આપ આપના ઘર ખર્ચને યોગ્ય રીતે મેનેજ કરી શકો.
CNG-PNG અને ATFના ભાવમાં ફેરફાર– 1 સપ્ટેમ્બરથી વિમાનન ટરબાઈન ઈંધણ અને સીએનજી-પીએનજીના ભાવમાં ફેરફાર થવાની આશા છે. આ ફેરફાર ટ્રાંસપોર્ટ કોસ્ટ અને સામાનની કિંમતો પર અસર પાડી શકે છે. ખાસ કરીને કાર, પીએનજી ગ્રાહક અને ફ્લાઈટથી મુસાફરી કરતા લોકોને આ ફેરફાર માટે તૈયાર રહેવું.
ફ્રોડ કોલ પર કડકાઈ– 1 સપ્ટેમ્બરથી ફ્રોડ કોલ્સ અને મેસેજ પર કડકાઈ શરુ થઈ જશે. ટેલીમાર્કેટિંગ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધી એક નવી બ્લોકચેન આધારિત સિસ્ટમ પર શિફ્ટ થવાનું રહેશે, જેનાથી સુરક્ષા વધશે અને સ્પેમ કોલ્સ ઓછા થશે.
જેનાથી યુઝર્સની સુરક્ષા વધશે. નવા ક્રેડિટ કાર્ડ નિયમ- સપ્ટેમ્બરમાં નવા ક્રેડિટ કાર્ડ નિયમ લાગૂ થશે. HDFC બેન્કે યૂટિલિટી બિલ પર મળતા રિવોર્ડ પોઈન્ટસની મર્યાદા નક્કી કરી છે. અને IDFC ફર્સ્ટ બેન્કે ચુકવણીના નિયમોમાં ફેરફાર કર્યા છે.
આ ફેરફારથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો પર અસર પડશે. ગ્રાહકો માટે જરુરી છે કે, પોતાના કાર્ડનો ઉપયોગ સમજદારીથી કરે. સપ્ટેમ્બર 2024માં થનારા આ ફેરફાર આપના પૈસા અને બજેટ પર અસર પાડશે.