સ્વાસ્થ્યને સારુ રાખવા માટે આપણને ડાયેટમાં ડ્રાયફ્રુટ્સ સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર ડ્રાય ફ્રૂટ્સ એન્ટી-ઓક્સિડેન્ટ, હેલ્ધી ફેટ, પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો તથા મિનરલ્સથી ભરપૂર હોય છે, તેને સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ ડ્રાયફ્રુટ કયું છે? ચાલો તમને જણાવીએ.
શું તમે ક્યારેય પાઇન નટ્સ એટલે કે ચિલગોઝાનું નામ સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય, કારણ કે ખૂબ ઓછા લોકો જાણે છે કે ચિલગોઝા એટલે કે પાઇન નટ્સ શું છે અને તેને ખાવાના ફાયદા શું છે? જો તમે પાઇન નટ્સના ફાયદા વિશે નથી જાણતા તો આ જાણકારી તમારા માટે ખૂબ જ જરૂરી છે.
પાઇન નટ્સનો ઉપયોગ ડ્રાયફ્રુટ્સ કે સૂકામેવા રૂપે કરવામાં આવે છે. પાઇન નટ્સ (Pine nuts) પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં અનેક ઔષધિય ગુણ હોય છે. પાઇન નટ્સના તેલનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, પાઇન નટ્સ એક મલ્ટી પરપઝ ઔષધિ છે.
પાઇન નટ્સનું સેવન એક કે બે નહીં પરંતુ અનેક બીમારીઓ દૂર કરે છે. તો ચાલો જાણીએ કે પાઇન નટ્સ શું છે અને તેને ખાવાના શું ફાયદા છે.
પાઇન નટ્સને અંગ્રેજીમાં પાઇન નટ્સ પણ કહેવામાં આવે છે. પાઇન નટ્સ (Pine nuts)ખાવાના અનેક સ્વાસ્થ્ય લાભ છે. પાઇન નટ્સમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વ હોય છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે.
પાઇન નટ્સનું સેવન કરવાથી તમારુ વજન કંટ્રોલમાં રહે છે અને સ્કિન પણ હેલ્ધી રહે છે. આ સાથે જ પાઇન નટ્સમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સને કારણે તે કેન્સર અને હાર્ટની બીમારીઓ સામે લડવામાં પણ ઉપયોગી છે.
દુનિયાના કેટલાક મોંઘા ડ્રાય ફ્રુટ માંથી એક છે પાઇન નટ્સ. તે 5થી 6 હજાર રૂપિયા કિલોના ભાવે મળે છે. ખરેખર આ ડ્રાય ફ્રુટ જંગલોમાં દેવદાર જેવા વૃક્ષ માંથી નીકળે છે.
ભારતમાં કેટલાક પહાડી ક્ષેત્રોમાં આ ડ્રાયફ્રુટ મળી આવે છે, પરંતુ મુખ્ય રૂપે તે ચીન અને પાકિસ્તાનમાં ઉગે છે. તેની તાસીર ગરમ હોય છે અને તેને ખાવાથી તમારી ઈમ્યુનિટી વધે છે. સાથે જ આ ડ્રાય ફ્રુટ ખાવાથી તમે શરદી-ખાંસી જેવી અનેક બીમારીઓથી બચી શકો છો. આ ઉપરાંત આ ડ્રાયફ્રુટના ઘણા ફાયદા છે. ચાલો તેના વિશે વિગતે જાણીએ.
પાઇન નટ્સ ખાવાના ફાયદા ( Health Benefits of Pine Nuts): હાર્ટ હેલ્થ અને વેટ કંટ્રોલ: પાઇન નટ્સમાં રહેલા મોનો અનસેચુરેટેડ ફેટ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
જેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછુ થઇ જાય છે. સાથે જ પાઇન નટ્સમાં રહેલું ફાઇબર અને પ્રોટીન વજન કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. આ બંને વજન કંટ્રોલ કરે છે જેથી વજન વધતું નથી.
પાઇન નટ્સ ખાવાના ફાયદા ( Health Benefits of Pine Nuts): હાર્ટ હેલ્થ અને વેટ કંટ્રોલ: પાઇન નટ્સમાં રહેલા મોનો અનસેચુરેટેડ ફેટ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
જેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછુ થઇ જાય છે. સાથે જ પાઇન નટ્સમાં રહેલું ફાઇબર અને પ્રોટીન વજન કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. આ બંને વજન કંટ્રોલ કરે છે જેથી વજન વધતું નથી.
મગજ માટે ફાયદાકારકઃ આયર્ન મગજ માટે સારું માનવામાં આવે છે. પાઈન નટ્સમાં આયર્ન પણ ખૂબ વધારે હોય છે. પાઈન નટ્સનું સેવન કરવાથી મગજ સ્વસ્થ રહે છે અને શરીરને પણ આયર્નનો લાભ મળે છે. પાઈન નટ્સ શેકીને ખાઈ શકાય છે.
બ્લડ સુગરને કંટ્રોલ કરે : પાઈન નટ્સમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પાઈન નટ્સ એક ઉત્તમ વિકલ્પ છે. ઉપરોક્ત રોગોને ડામવા માટે, તમે પાઈન નટ્સનો વ્યાપકપણે ઉપયોગ કરી શકો છો, પરંતુ વધુ સારા પરિણામો માટે, પાઈન નટ્સનો ઉપયોગ ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો જોઈએ.