ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂટ્યૂબ પર આવતાની સાથે જ હાહાકાર મચાવી દીધો છે. તેણે હાલમાં પણ પોતાના ચાહકો સાથે જોડાવા માટે પહેલી સત્તાવાર યૂટ્યૂબ ચેનલ ‘UR Cristiano’ લોન્ચ કરી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની યૂટ્યૂબ ચેનલ ‘UR Cristiano’ પર 21 ઓગસ્ટથી વીડિયો પોસ્ટ કરવાનું શરુ કર્યું છે અને અલ નાસરના સ્ટ્રાઈકરે પોતાના સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી હતી.
આ દરમ્યાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની યૂટ્યૂબ ચેનલે ફક્ત બે દિવસમાં 28 મિલિયન સબ્સક્રાઈબર કરી લીધા છે અને કેટલાય રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમાં રોનાલ્ડોએ 19 શેર કરેલા વીડિયો પર 121 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.
ફુટબોલના મેદાન પર તમામ રેકોર્ડ્સ સેટ કરનારા સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે યૂટ્યૂબ પર ધમાલ મચાવી છે. આ દિગ્ગજ ફુટબોલરે યૂટ્યૂબની દુનિયામાં કદમ રાખતાની સાથે જ તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. પોર્ટુગલના આ દિગ્ગજ ફુટબોલરે યૂટ્યૂબની દુનિયામાં નવી ચેનલ લોન્ચ કરી છે. ફુટબોલની સાથે સાથે યૂટ્યૂબ પર પણ તેના ચાહકોની સંખ્યા ક્ષણે ક્ષણે વધી રહી છે.
યૂટ્યૂબની દુનિયામાં ડેબ્યૂ કરતાની સાથે જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ધમાલ મચાવી દીધી છે. રોનાલ્ડોએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર બે દિવસમાં 12 વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયો પર ફેન્સની વચ્ચે ખૂબ જ પસંદ આવી રહ્યા છે. બે દિવસમાં રોનાલ્ડોની ચેનલને 32 મિલિયનથી વધારે લોકો સબ્સક્રાઈબ કરી ચુક્યા છે. તેના દરેક વીડિયોમાં મિલિયન્સમાં વ્યૂઝ આવી રહ્યા છે.
તેના ત્રણ વીડિયોમાં તો 20 મિલિયનથી વધારે વ્યૂઝ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે. એટલું જ નહીં તેની ઓવરઓલ ચેનલ વ્યૂઝની વાત કરીએ તો, 100 મિલિયન ક્રોસ થઈ ચુક્યા છે. એક દિવસમાં સૌથી વધારે સબ્સક્રાઈબર્સથી લઈને સૌથી વધારે વ્યૂઝ સુધીના કેટલાય રેકોર્ડ તે તોડી ચુક્યો છે. ત્યારે આવા સમયે યૂટ્યૂબ પરથી રોનાલ્ડો કેટલી કમાણી કરે છે.
થિંકફિકના એક રિપોર્ટ અનુસાર, યૂટ્યૂબ ચેનલ દર 1000 વ્યૂઝ પર લગભગ 6 અમેરિકી ડોલર સુધી આપે છે, જે દર 10 લાખ વ્યૂઝ પર 1200થી 6000 અમેરિકી ડોલરની વચ્ચે છે. આ હિસાબથી રોનાલ્ડોની ચેનલને બે દિવસમાં કમાણી જોઈએ તો કરોડોમાં થઈ ચુકી છે. રોનાલ્ડોને યૂટ્યૂબ તરફથી ગોલ્ડ પ્લે બટન પણ મળી ચુક્યું છે.
આપને જણાવી દઈએ કે, રોનાલ્ડોને એક્સ પ્લેટફોર્મ પર 112.5 મિલિયન, ફેસબુક પર 170 મિલિયન અને ઈંસ્ટાગ્રામ પર 636 મિલિયન ફોલોવર્સ છે.