મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સંત શિરોમણી, સમર્થ સદગુરુ કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સંત શિરોમણી, સમર્થ સદગુરુ કેશવાનંદબાપુની સમાધિને 25 વર્ષ પુરા થવા આવ્યા છે તે સ્મૃતિમાં સીતારામ બાપુની કર્મભૂમિ તથા કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર કનેકેશ્વરીદેવીજીની પરમાર્થ ભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પિતૃ મોક્ષના દિવસો શ્રાદ્ધ પક્ષમાં તા. 19 થી 25 સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસપીઠ પર મલૂક પીઠાધીશ્વર જગદગુરુ દ્વારાચાર્ય ગૌપ્રેમી સંત, સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમય વાણીમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.
આ કથાનો સમય તા. 19 સપ્ટેમ્બર ગુરુવારે બપોરે 3.00 કલાકે અને તા. 20 થી 25 સપ્ટેમ્બર નિત્ય સવારે 9.00 કલાક થી બપોરે 1.00 કલાક સુધીનો રહેશે અને દરરોજ બપોરે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
તા 20 અને 22 ના રોજ દરરોજ બપોરે 3.30 કલાકથી વિદ્વત ગોષ્ઠી, તા 20 રાત્રીના 9.00 કલાકે સંતવાણીમાં પ્રખ્યાત કલાકારો ભગવતીબેન ગોસ્વામી તથા પિયુષ મિસ્ત્રી, તા. 22 ના રોજ રાત્રે 9.00 કલાકે ભજન સંતવાણી જેમાં સાધ્વી જયશ્રીદાસજી, માયાભાઈ આહીર અને દમયંતિબેન બરડાઈ અને તા. 24 નારોજ રાત્રે 9.00 કલાકે ભજન લોકસાહિત્ય કાર્યક્રમમાં લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ તથા લલિતાબેન ઘોડાદ્રા અને પ્રવીણ સુરદાસ જમાવટ કરશે.આ કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા, પોથી નોંધાવવા તેમજ કોઈ પણ સેવામાં સહયોગી થવા માટે શ્રી ખોખરા ધામ કાર્યાલય (6352475347)(9913921340) નો સંપર્ક કરવા અનુરોધ છે.