Monday, December 2, 2024
HomeFeatureગુજરાતના આ મંદિરમાં ભક્તોને થશે બાબા બર્ફાનીના દર્શન, આ રહ્યું લોકેશન

ગુજરાતના આ મંદિરમાં ભક્તોને થશે બાબા બર્ફાનીના દર્શન, આ રહ્યું લોકેશન

નવસારી શહેરમાં આવેલા 700 વર્ષ જૂના દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો માટે ખાસ પ્રકારના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર પરિસરમાં 2200 કિલો બરફથી કેદારનાથની થીમ તૈયાર કરવામાં આવી છે. 25 ઓગસ્ટથી ભક્તો દર્શનનો લાવો લઈ શકશે.

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ અતિ પવિત્ર માસ માનવામાં આવે છે. આ માસમાં શિવ ભક્તો શિવજીને રીઝવવાનો પૂજા અર્ચના કરતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તો વિવિધ શિવ મંદિરોમાં દર્શન કરવા જાય છે.

શ્રાવણ માસમાં દરેક શિવાલયો ભગવાન શંકરના ભક્તોથી ઉભરાઈ જાય છે. હાલ નવસારી શહેરમાં આવેલા સ્વયંભૂ દેવેશ્વર મંદિરમાં ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. ત્યારે જાણીએ ભક્તો માટે ક્યા પ્રકારની સુવિધા ઉભી કરાઈ છે અને કેટલા વાગેથી ક્યાર સુધી ભક્તો પૂજા કરી શકશે.

નવસારી શહેરમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે ભક્તો માટે બાબા બર્ફાની અમરનાથના દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં 2200 કિલો બરફથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિર 700 વર્ષ જૂનું મંદિર આવેલું છે.

નવસારી શહેરના મધ્યમાં આવેલા 700 વર્ષ જૂના દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણને લઈ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શ્રાવણની શરૂઆત થતા આ વખતે મંદિર અને મંદિર પરિસરને અનોખા અંદાજમાં શણગારવામાં આવે છે.

શ્રાવણ માસ દરમિયાન દેવેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવને શણગારવામાં આવે છે. અહીં આવતા ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલું બર્ફાની અમરનાથના લિંગના દર્શન ભક્તો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી કરી શકે છે. આ દર્શનનો લાવો આગામી 25 ઓગસ્ટથી ભક્તો લઈ શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!