Sunday, September 15, 2024
HomeFeatureરોહિત શર્મા ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત: રાહુલ દ્રવિડ પર એવોર્ડનો...

રોહિત શર્મા ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત: રાહુલ દ્રવિડ પર એવોર્ડનો વરસાદ

વિરાટ કોહલીને બેટ્સમેન ઓફ ધી યરનો એવોર્ડ: BCCI ના સેક્રેટરી જય શાહને વહીવટમાં શ્રેષ્ઠતા માટે એવોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને CEAT ક્રિકેટ રેટિંગ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રોહિતને આ સન્માન તેની શાનદાર કેપ્ટનશિપ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના મજબૂત પ્રદર્શન માટે મળ્યું છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ જ ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલીને 50 ઓવરના ફોર્મેટમાં તેના સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે મેન્સ ઓડીઆઈ બેટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ODI વર્લ્ડ કપ 2023માં ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીને ઘઉઈં બોલર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. શમીએ ODI વર્લ્ડ કપ 2023માં કુલ 24 વિકેટ ઝડપી હતી. ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ટેસ્ટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેન્સ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 712 રન બનાવ્યા હતા. ભારતના અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ધારદાર બોલિંગથી જે રીતે રમ્યા તેના માટે મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

BCCI  સેક્રેટરી જય શાહ જેમને ગેમ્સના વહીવટમાં શ્રેષ્ઠતા માટે એવોર્ડ મળ્યો હતો. તેણે ભારતના 140 કરોડ લોકોના સમર્થન માટે એક મજબૂત સીડી બનાવવાનું કામ કર્યું અને ચેમ્પિયન્સ ટ્રોફી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને મહિલા T20 વર્લ્ડ કપમાં સ્થાનિક ક્રિકેટમાં મજબૂત પ્રદર્શન કર્યું માટે ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ તેને મળ્યો હતો. સાંઈ કિશોર તેની ટીમને ગત સિઝનમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં લઈ ગયો હતો.

ન્યૂઝીલેન્ડના ટીમ સાઉથીને શોર્ટ ફોર્મેટમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે મેન્સ T20 બોલર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો જ્યારે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને ઝ20માં શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને સૌથી વધુ T20I મેચોમાં દેશનું નેતૃત્વ કરવા બદલ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું, જ્યારે તેની ઉપ-કપ્તાન અને ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મહિલા ભારતીય બેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી.

દીપ્તિ શર્માને બોલિંગમાં શાનદાર પ્રદર્શન માટે ‘ભારતીય બોલર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી હતી. ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવા બદલ સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યું હતું, જે તેણે આ વર્ષની શરૂઆતમાં ચેન્નઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 194 બોલમાં હાંસલ કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!