ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા મોરબીમાં અભિનવ સ્કૂલમાં તા.18-8 ને રવિવારે યોજાઇ હતી.
જેમાં મોરબીની નવયુગ વિદ્યાલયની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી, જ્યારે બીજા નંબરે વિનય ઈન્ટરનેશનલ વિદ્યાલયની ટીમ અને તૃતીય નંબરે સાર્થક વિદ્યાલય વિજેતા થઈ હતી.
આ કાર્યક્રમમાં સંઘમાંથી મોરબી નગર કાર્યવાહ ડો.જયદીપભાઈ કંઝારિયા તથા લોરિશન સિરામિકવાળા ડો.ગિરીશભાઈ લોરિયા અને અભિનવ સ્કૂલવાળા મનોજભાઈ ઓગણજા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.