Sunday, September 15, 2024
HomeFeatureજન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પર આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ! બંગાળની સિસ્ટમ...

જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પર આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ! બંગાળની સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ

આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી  કરાઈ છે. દેશમાં સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમાં ક્રમે છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 51 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી સરેરાશ 15.86 ઈંચ જ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પાછી હવે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી છે. વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં 4 ઈંચ જ્યારે ચીખલી અને ક્વાંટમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. લસાણા, નાંદોદ, ગારિયાધારમાં 2.5 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, પાવી જેતપુર, ભરૂચ, ડોલવણમાં 2-2 ઈંચથી વધુ વરસાદ, ગળતેશ્વર, સાગબારા, ગણદેવી, ખેરગામ, કઠલાલમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.

26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.

તેમણે એમ પણ કહ્યું કે 24 ઓગસ્ટ સુધીમાં  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20 ટકા કરતા વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ અલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. હાલ સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં ક્યાં કયાં વરસાદ પડી શકે છે અને કોણે બહાર નીકળતી વખતે સતર્ક રહેવું પડશે તે ખાસ જાણો. આજે  દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

22 ઓગસ્ટ એટલે કે આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકોએ સાચવીને રહેવું.

24 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 25 ઓગસ્ટના રોજ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

26 અને 27 ઓગસ્ટના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!