Sunday, September 15, 2024
HomeFeatureગુજરાતમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર ચાર છે: કાળોતરો નાગ,...

ગુજરાતમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર ચાર છે: કાળોતરો નાગ, ખડચિતળ અને પૈડકું

હાલમાં સાપનો પ્રજનનકાળ પૂર્ણ થઈ ઈંડામાંથી બચ્ચાં નીકળવાનો સમય હોય આપણી આસપાસનાં વાતાવરણમાં સાપ નીકળવામાં કિસ્સા વધુ જોવાં મળે છે. સર્પ મિત્ર અને પર્યાવરણ પ્રેમી એવાં  શાળા સમય બાદમાં સાપનું સલામત રીતે રેસ્કયૂ કરી તેને યોગ્ય પર્યાવરણમાં મુકત કરતાં પાલીતાણાનાં શિક્ષિકા રૂપાલી ચૌહાણ જણાવે છે કે ભારતમાં 270 જેટલાં ઝેરી-બિનઝેરી સાપ છે.

જેમાંથી મોટાભાગનાં દરિયાઈ સાપ છે. ગુજરાતમાં જોવાં મળતાં જમીન પર વસતાં ઝેરી સાપોની સંખ્યા માત્ર ચાર છે. કાળોતરો, નાગ, ખડચિતળ અને પૈડકું આ ચાર ઝેરી સાપ છે. આ સિવાય ધામણ, રુપસુંદરી, ઘંઉલો, કુફરી, વરૂદંતી, તામ્રપીઠ, આંઘળી ચાકળ, ડૈંડુ વગેરે બિનઝેરી સાપ છે.

ભારતમાં સાપ વિશે ખોટી માન્યતાઓ અને જાણકારીમાં અભાવે દરવર્ષે 50 થી 60 હજાર મૃત્યુ થાય છે. જો કોઈ વ્યકિતને સાપ કરડે તો તે ભાગને પાણીથી સાફ કરી લો અને ઝડપથી નજીકનાં સરકારી દવાખાનામાં પહોંચાડો.

જો તેને ઝેરી સાપ કરડયો હોય તો બેભાન થવાની તૈયારીમાં હશે તેવાં સમયે સાથે રહેલ વ્યકિતઓએ તેને વાતો કરાવી સુવા ન દેવો પરંતુ તે માટે તેને વધુ હસાવવો કે ડરાવવો નહિ એમ કરવાથી લોહીનો પ્રવાહ ઝડપથી વધશે અને ઝેર ફેલાશે.

જે જગ્યાએ સર્પદંશ થયો હોય ત્યાં ચૂસવું કે ચીરો ન પાડવો. ભુવા કે મંત્રતંત્રમાં ન પડવું. તેનો ઈલાજ માત્ર ડોકટર જ કરી શકે છે. ડોકટરને સાપ ઓળખી ઈલાજમાં સરળતાથી રહે તે માટે સાપનો ફોટો કે વિડીઓ લેવો હિતાવહ છે. જે ઝેરી સાપ કરડયો હોય તેનાં સામે દવા રૂપે તે જ સાપનું ઝેર આપવામાં આવે છે.

જો બિન ઝેરી સાપ કરડે તો ડરવાની જરુર નથી. પરંતુ ઝેરી સાપ કરડે ત્યારે દવાખાનામાં જવામાં મોડું ન કરવું કારણ કે સર્પદંશ ના  એક થી બે કલાકની અંદર સારવાર શરુ કરવાથી જીવ બચી શકે છે. ત્યારબાદ બચવાની શકયતાઓ ઓછી રહે છે. તેની સંપૂર્ણ સારવાર થાય છે. વ્યકિત બચી શકે છે.

સાપને આપણી આસપાસ આવતાં અટકાવવાં ઘર નજીક કચરો ભેગો ન થવાં દેવો, કચરો હશે તો ઉંદર કે અન્ય જીવજંતુઓ આવશે અને તેની પાછળ સાપ આવશે. ઘરમાં મોટાં કાણાં હોય તો બંધ કરવાં.રાત્રે બાથરુમ કે ટોઈલેટ બહાર હોય તો ત્યાં પ્રકાશ સુનિશ્ચિત કરવો. વાડી કે ખેતરમાં ઘર હોય તો જમીન પર પથારી કરી ન કરવી હિતાવહ છે.

સાપ પર્યાવરણનું એક અભિન્ન અંગ છે. આપણો મિત્ર છે. અનાજને ઉંદરથી બચાવવામાં સહાયભૂત છે. તે કયારેય દૂધ પિતો નથી, બદલો લેતો નથી. સાપને મારવો કે પજવવો ન જોઈએ.

સાપને મારવાથી ત્રણ થી ચાર  વર્ષની કેદ અથવા 25000 હજારનો દંડ અથવા બંને એકસાથે થઈ શકે છે. સાપ વિષયક યોગ્ય જાણકારી મેળવી સાપ અને આપણે પરસ્પર સલામત રીતે રહી શકીએ છીએ.  તેમ સર્પમિત્ર- રૂપાલી ચૌહાણ (શિક્ષિકા) પાલીતાણા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!