વિશ્વમાં ઘણા વૃદ્ધ વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ અને ચાન્સેલરો થયા છે, પરંતુ નાની ઉંમરે રાજ્યના વડા બનવું એ મોટી વાત છે.
ઈતિહાસમાં નજર કરીએ તો 40 વર્ષથી ઓછી ઉંમરના દેશના સર્વોચ્ચ પદ પર રહી ચૂકેલા લોકોની યાદી લાંબી છે.
પટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડની સંસદ દ્વારા આગામી પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા છે, તે થાઈલેન્ડના પૂર્વ પીએમ તાક્સીન શિનાવાત્રાની પુત્રી છે.
37 વર્ષની ઉંમરે તે દેશના સૌથી યુવા વડાપ્રધાન હશે અને તેની કાકી યિંગલક શિનાવાત્રા પછી આ પદ સંભાળનાર બીજી મહિલા હશે. તે 21 ઓગસ્ટે 38 વર્ષની થશે.