Monday, December 2, 2024
HomeFeatureઈસરોની વધુ એક સિદ્ધિ: પૃથ્વી પર નજર રાખવા ઈઓએસ - 8 સેટેલાઈટનું...

ઈસરોની વધુ એક સિદ્ધિ: પૃથ્વી પર નજર રાખવા ઈઓએસ – 8 સેટેલાઈટનું લોન્ચીંગ

આ સેટેલાઈટ, કુદરતી આફત, પર્યાવરણ, સપાટીની હવા પર નજર રાખશે

અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતે વધુ એક ઐતિહાસિક છલાંગ લગાવી છે. હરિકોટાથી એસએસએલવી-ડી3-ઈઓએસ-09 રોકેટથી સેટેલાઈટ છોડવામાં આવ્યો હતો.

આ ઉપગ્રહ પૃથ્વી પર વોચ રાખવા માટે બનાવાયો છે. ઈસરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે એસએસએલવીની આ ત્રીજી ડેવલપમેન્ટલ ઉડાન છે.

ઈસરો ચીફ સોમનાથ ચેટર્જીએ જણાવ્યું હતું કે, આ મિશન હેઠળ દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ઈઓએસ-8 અને એક નાનકડો સેટેલાઈટ એસઆર-ઓ ડેમોસાત લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ બન્ને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત ગોળાકાર ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતા.

ઈઓઆઈઆર પેલોડને સેટેલાઈટ આધારિત નિરીક્ષણ, આફત પર નજર રાખવા, પર્યાવરણ પર નજર રાખવા અને તેની તસ્વીરો ખેચવા માટે ડિઝાઈન કરાયેલુ છે.

જીએનએસએસ-આર સમુદ્રની સપાટીની હવાનનું વિશ્લેષણ, આફત પર નજર રાખવા, પર્યાવરણ પર નજર રાખવા અને તેની તસ્વીરો ખેંચવા માટે ડિઝાઈન કરાયું છે.

આ સેટેલાઈટ પર્યાવરણ આફત અને પર્યાવરણ પર નજર રાખશે. જીએનએસએસઆર સમુદ્રની સપાટીની હવાનું વિશ્ર્લેષણ, માટીના ભેજનું આકલન પુર વિશેની જાણકારી આપશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!