રાજકોટના વેદાંત હોસ્પિટલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પથારીવશ દર્દીઓએ પણ ભાગ લીધો હતો. પથારીવશ દર્દીઓ પણ ધ્વજ વંદન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી
સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના મોટી ટાંકી ચોકમાં આવેલી વેદાંત ક્રીટકલ કેર હોસ્પટલમાં 15મી ઓગસ્ટની આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.તેમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ સાથે જ ડોક્ટર્સના પરિવારજનો પણ હાજર રહ્યાં હતા.આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓએ ધ્વજવંદન કાર્યક્રમનો ભાગ બન્યા હતા.
વેદાંત હોસ્પિટલમાં અનોખું ધ્વજ વંદન
ધ્વજવંદન કાર્યક્રમમાં જે દર્દીઓ હલન ચલન કરી શકતા ન હતા, તે દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી તેઓ પોતાના બેડ પરથી ધ્વજને સલામી આપી શકે. દરેક દર્દીઓ ધ્વજવંદન કાર્યક્રમનો ભાગ બને તે માટે વ્યસ્થા કરવામાં આવી હતી.
વેદાંત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અનવર કોઠીયાએ જણાવ્યું કે આજે વેદાંત હોસ્પિટલમાં 15મી ઓગસ્ટની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે અમે એક અનોખી ઉજવણી કરી છે. જેમાં હોસ્પિટલના દરેક સ્ટાફે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તૈયારીના ભાગરૂપે અહીંના દર્દીઓએ પણ ભાગ લીધો છે.
બીમાર દર્દીઓએ પણ ધ્વજ વંદન કર્યા
જે દર્દીઓ ચાલી શકતા ન હતા, તે દર્દીઓને વ્હીલચેરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવ્યા હતા. તમામ દર્દીઓએ ખુબ જ ઉત્સાહ સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર્દીઓ હોસ્પિટલાઈઝ હતા અને હાલી ચાલી શકે તેમ ન હતા. લોકોને તેના રૂમમાં જ એવી વ્યવસ્થા કરી આપી હતી કે, તેઓ ત્યાંથી ધ્વજવંદન કાર્યક્રમ જોઈ શકે અને તેને માણી શકે.