Sunday, September 15, 2024
HomeFeatureભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર : IMF

ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર : IMF

આઇએમએફ (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) એ ભારતીય અર્થતંત્ર અંગે ભવિષ્ય ભાખ્યું છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કહ્યંy હતું કે, તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

વડાપ્રધાન પદે મોદીનો કાર્યકાળ ર0ર9 સુધી છે. આઇએમએફ અનુસાર, ર0ર9 સુધીમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

આમ વડાપ્રધાન મોદીએ કરેલા દાવા પર મહોર લગાવી છે. ભારત હાલ પાંચમા ક્રમે છે. અમેરિકા, ચીન, જર્મની અને જાપાન ટોચ પર છે. ર0ર9 સુધીમાં ભારત જર્મની અને જાપાનને પાછળ રાખીને ત્રીજા ક્રમે પહોંચી જશે.

ત્યાં સુધીમાં ભારતનો જીડીપી 6.44 ટ્રિલિયન ડોલર થશે અને જર્મની પ.36 ટ્રિલિયન ડોલર સાથે પાછળ ધકેલાશે. જાપાન 4.94 ટ્રિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે રહી શકે છે. ભારત દુનિયામાં  સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને મોદી 3.0 સમાપ્ત થવા સુધીમાં તે ટોપ 3માં પહોંચી જશે.

આઇએમએફ અનુસાર ર0ર9 સુધીમાં અમેરિકા 34.9પ ટ્રિલિયન ડોલર ઈકોનોમી સાથે નંબર 1 બનેલું રહેશે. ર4.84 ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે જળવાઈ રહેશે.

ર0ર9 સુધીનો આશાવાદ છે પરંતુ ભારતીય અર્થતંત્ર જે ગતિએ આગળ વધી રહ્યું છે તે જોતાં તે પહેલા પણ ત્રીજા ક્રમે પહોંચી શકે છે. જર્મની અને જાપાનનાં અર્થતંત્રમાં તાજેતરમાં ઓટ આવી છે. મંદીની અસર વર્તાવા લાગી છે. જાપાન સેન્ટ્રલ બેન્ક પણ વ્યાજ દર વધારવા મજબૂર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!