પક્ષીના ટકરાવાથી ફલાઈટની ઉડાન રદ કરાઈ
ગોવાના ડાબોલિમ વિમાન મથકેથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ ઉડાન ભરે તે પહેલા તેની સામે પક્ષી ટકરાતા ઉડાન રદ કરવી પડી હતી.
આ ઘટના આજે સવારે 6.45 વાગ્યે બની હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, ફલાઈટ જયારે રનવે પર હતી ત્યારે એક પક્ષી તેની સાથે ટકરાયું હતું. પક્ષીની ટકકર બાદ ફલાઈટને રોકી દેવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ચાલી રહી છે.