કોઠારીયા, કાલાવડ રોડ, મોરબી રોડ, વાવડી સહિતના છ કેન્દ્રમાં એક મહિનામાં 1338 વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી : ત્રણે ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાયબ્રેરી ઉપરાંત પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વાંચનાલયની સુવિધા પણ આપવામાં આવી છે.
છેલ્લા એક મહિનામાં 1300થી વધુ છાત્રોએ અડધો ડઝન પુસ્તકાલયમાં બેસીને પરીક્ષાની તૈયારીઓ કરી છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં ઘરથી નજીક વિધાર્થીઓને વાંચનાલયની સુવિધા મળી રહે તે માટે એક નવતર અભિગમ રાખી શહેરના દરેક વોર્ડમાં એક વાંચનાલય બનાવવાની પહેલ કરાઇ હતી.
જેમાં વિદ્યાર્થીઓને શાંત વાતાવરણમાં સારી બેઠક વ્યવસ્થા, લાઇટ, પંખા, પીવાના પાણીની વ્યવસ્થા અને ટોયલેટ બ્લોક સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી મેગેઝિન સહિતની સુવિધા અપાઇ છે.
(1) જડૂસ બ્રિજની સામે, કાલાવાડ રોડ, વોર્ડ નંબર-10 (2) કોઠારીયા ગામથી આગળ, પાણીના ટાંકા સામે, વોર્ડ નંબર -18,
(3) અલકા સોસાયટી મેઇન રોડ, પતંજલી સ્કૂલ ની બાજુમાં, વોર્ડ નંબર -13 (4) શાળા નંબર -77 કેમ્પસ, જૂના મોરબી રોડ, વોર્ડ નંબર – 4 (5) શ્રી રામ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, વોર્ડ નંબર -11
(6) જય ભારત સ્કૂલ કેમ્પસ, વાવડી રોડ, વોર્ડ નં.-12 આ છ વાંચનાલયમાં છેલ્લા એક મહિનામાં 1338 વિધાર્થીઓ જોડાયા અને વાંચનાલયનો લાભ લીધેલ છે.
વિધાર્થીઓ માટે આ વિધાર્થી વાંચનાલયનો સમય સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી છે.
જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી ગુજરાતી, હીન્દી તથા અંગ્રેજી ભાષાના મેગેઝીનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેનો લાભ લેવા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે.