Sunday, September 15, 2024
HomeFeature1000 શિવલિંગ ધરાવતા "હજારેશ્વર મહાદેવ” મંદિર (જામનગર)નો રસપ્રદ ઇતિહાસ

1000 શિવલિંગ ધરાવતા “હજારેશ્વર મહાદેવ” મંદિર (જામનગર)નો રસપ્રદ ઇતિહાસ

ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં 1000 શિવલિંગ જામનગરમાં: 251 વર્ષ પૂર્વે સ્વામી ચિતાનંદજી મહારાજે 12 વર્ષ સુધી શિવની આરાધના કરી 1001 શિવલિંગની સ્થાપના કરી.અતિ પ્રાચીન કહેવાતા આ મંદિરની ભૂમિને તપોભૂમિ પણ કહેવાય છે. મંદિરમાં તમામ પ્રકારની ધાર્મિક વિધિ થાય છે: શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં બહોળી સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે

જામનગર જિલ્લામાં અનેક પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્યો તેમજ મંદિરો આવેલા છે. જે ભારતભરમાં પ્રખ્યાત છે.

તેમાંનું એક છે જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલું સ્વામી ચિતાનંદજી મહારાજનું મંદિર જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. તે પાછળનું કારણ છે અંહી ભગવાન શિવની 1001 શિવલિંગ આવેલી છે. જે ગુજરાતનું એક માત્ર મંદિર છે.

ઉપરાંત મંદિર ઘણું પ્રાચીન હોવાથી તેનું ઘણું મહત્વ રહેલું છે. જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં આવેલ સ્વામી ચિતાનંદજી મહારાજનું મંદિર કે જે હાજરેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રખ્યાત છે.

આ મંદિરની પુજા વર્ષોથી એક પેઢીના જ પરિવાર દ્વારા કરવામાં આવે છે. હાલ આ મંદિરની પુજા રસિલાબેન કિશોરચંદ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવે છે.

તેઓએ જણાવ્યુ હતું કે મંદિરમાં તમામ પ્રકારના વ્રત જેમ કે એવરત જીવરતનું વ્રત, ગૌરી વ્રત, મોરાકત, ફૂલકાજળીનું વ્રત  જેવા વ્રતની વર્ષોથી પુજા કરાવવામાં આવે છે અને પૂજનના સમયે અંહી 1000 જેટલી બાળાઓ-પરણીતાઓ આવે છે.

મંદિરમાં રોજે ભક્તોની અવરજવર રહે છે, પરંતુ શ્રાવણ માસમાં અને તેમાં પણ શ્રાવણના સોમવારે અંહી ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થાય છે.

♦251 વર્ષ જૂના આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ

ઉપરોક્ત તસ્વીર સ્વામી ચિતાનંદજી મહારાજની છે. તેઓએ 1001 શિવલિંગની સ્થાપના કરી છે.

તે પાછળનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. સ્વામી ચિતાનંદની મહારાજજી  મેવાડા બ્રાહમણ હતા. 250 વર્ષ પૂર્વે તેઓ ભ્રમણ કરતાં કરતાં જામનગર આવી પહોચ્યા અને જ્યાં અત્યારે મંદિર જે તે જગ્યા પર આવી ને ભગવાન શંકરનું તપ કરવાનું વિચાર્યું.

તેઓએ હાથમાં શિવલિંગ ઊંચકીને ઊભા રહીને અન્ન-જળ વગર સતત 12 વર્ષ સુધી મહાદેવની આરાધના કરીઅને તેની ભક્તિથી ભૂતનાથ મહાદેવ પ્રસન થયા અને ત્યારબાદ સ્વામી ચિતાનંદજીએ સૌ પ્રથમ ભૂતનાથ મહાદેવની લિંગની સ્થાપના કરી અને ત્યારબાદ નાની મોટી 1000 શિવલિંગની સ્થાપના કરી.

આમ મંદિરમાં મહાદેવની 1001 લિંગ આવેલી છે. અને ત્યારબાદ ત્યાં સ્વામી ચિતાનંદજી ઊભા કરીને હાથમાં શિવલિંગ સાથે મહાદેવની આરાધના કરી રહ્યા હોય તેવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.

તેઓએ આ જગ્યા પર ઊભા રહીને તપ કર્યું હોવાથી આ જગ્યાને તપોભૂમિ કહેવામા આવે છે. મંદિરમાં શિવલિંગ ઉપરાંત અન્નપૂર્ણા માતાજી, અંબેમાં અને મહાકાળીની મુર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે.

ભક્તો આસ્થા અને શ્રાદ્ધા સાથે અંહી મહાદેવની પુજા કરવા માટે આવે છે. અને એકીસાથે 1001 શિવલિંગ ના દર્શનતો ભાગ્યે જ થાય. માટે સૌ એ એક વખતતો મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!