આપણા દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ રોજ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા મહામંત્રી /ઝોન પ્રભારી નરેન્દ્રસિંહ ઝાલા ની ઉપસ્થિતિ માં 15 ઓગષ્ટ ના આઝાદી ના પર્વ ની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રા આયોજન કરવામાં આવેલ તેમા પ્રદેશ ના હોદેદારો તથા જીલ્લા ના હોદેદારો તેમજ શહેર તથા તાલુકા સંગઠન તેમજ તમામ મોરચા ના હોદેદારો, શક્તિકેન્દ્ર ના સંયોજક-પ્રભારી, જીલ્લા પંચાયત ના સદસ્ય, તાલુકા પંચાયત ના સદસ્ય, નગરપાલિકા ના પૂર્વ સદસ્ય તેમજ શહેર ની દેશપ્રેમી જનતા હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. (અહેવાલ અજય કાંજીયા)