Monday, December 2, 2024
HomeFeatureવાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો: આનંદ માણતા શિવભક્તો

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો: આનંદ માણતા શિવભક્તો

શ્રાવણ મહિનાનો બીજો સોમવાર મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ છે જેથી કરીને ત્યારે હજારોની સંખ્યામાં લોકો શિવજીના દર્શન અને પૂજન માટે આવે છે આ દિવસે જડેશ્વર દાદાની રવાડી મંદિરેથી નીકળીને મેળાને મેદાન સુધી જાય છે અને પછી બપોરે બાર વાગ્યે મંદિરમાં સ્વયંભુ જડેશ્વર દાદાની મહાઆરતી યોજાઇ છે.

અરણીટીંબા ગામ પાસે રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળ સાથે જોડાયેલ છે અને એવું કહેવાય છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જન્મમાં અરણીટિંબા ગામના ભરવાડ હતા. અને તેનું નામ ભગા ભરવાડે હતું.

તેને સોનીએ કહ્યું હતું કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. જો કોઈ પણ કમળપૂજા કરે તો તે બીજા જન્મે રાજા બને છે જેથી ભગા ભરવાડે ત્યાં કમળ પુજા કરી હતી.

જે બીજા જન્મે જામનગરના રાજા જામ રાવળ બન્યા હતા. જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે. જો કે, જડેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે.

જેથી કરીને તેનું મહત્વ પણ જયોતિર્લિંગ જેટલું છે છે દર વર્ષે દાદાના પ્રાગટ્ય દિવસ નિમિતે રવિવાર અને સોમવારનો બે દિવસનો લોકમેળો યોજાઇ છે જેમાં ઘણા લોકો તેના પરિવાર સાથે આવે છે અત્રે ઉલેખનીય છે કે, શ્રાવણ માહિનામાં જે લોકોમેળા દેશભરમાં યોજાઇ છે.

તેનો સૌથી પ્રથમ મેળો જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાઇ છે. લઘુ મહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દરવર્ષે શ્રાવણ માસનો બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

તેવી જ રીતે આજે જડેશ્ર્વર દાદાની રવડી મંદિરેથી નીકળી હતી અને ત્યાં યોજાતા લોકમેળાના મેદાન સુધી રવડી ગઈ હતી અને ત્યાર બાદ જડેશ્વર મહાદેવ મંદિરે દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને બાદમાં મહાઆરતી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા હતા અને ત્યાર બાદ ભંડારો-મહાપ્રસાદ યોજાયો હતો જેનો પણ ભક્તોએ લાભ લીધો હતો

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!