એક મીડિયા કંપની એ દાવો કર્યો છે કે તેમને એક પેમ્પ્લેટ મળ્યું છે. જેમાં ભારતના ઘણા રાજ્યોમાં બાંગ્લાદેશી નાગરિકોને ઘુસપેઠ કરવા માટે એજન્ટો દ્વારા કેટલાક રેટ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં જણાવામાં આવ્યા મુજબ પેમ્ફલેટમાં મહારાષ્ટ્રમાં રહેવા માટે 2 લાખ રૂપિયા, ગુજરાત માટે 1.50 લાખ રૂપિયા લેવાઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓના જીવ જોખમમાં મુકાયા છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંના હિન્દુઓ ભારતમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વાતાવરણ એવું છે કે લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની ભીષણ હત્યાઓ, તેમના પર અત્યાચાર અને તેમના ધર્મસ્થાનો, ધંધાકીય સંસ્થાઓ અને મકાનોની તોડફોડ કરવામાં આવી છે.
ત્યારે આવી હિંસા ભારતમાં પણ થઈ શકે છે બાંગ્લાદેશીઓ ત્યાંથી ભારતમાં આવી ભારતનું વાતાવરણ ખરાબ કરી શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં. જી હા, આ અમે નહીં પણ એક મીડિયા હાઉસ વીડિયો દ્વારા દાવો કરી રહ્યું છે. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.બાંગ્લાદેશીઓની ભારતમાં કરાઈ રહી છે ઘુસપેઠ?આ મીડિયા હાઉસે વીડિયોમાં દાવો કર્યો છે કે તેમને એક પેમ્પ્લેટ મળ્યું છે.
જેમાં ભારતના ઘણા રાજ્યોમાં બાંગ્લાદેશી નાગરિકોને ઘુસપેઠ કરવા માટે એજન્ટોનો સંપર્ક કરી રહ્યા ચે અને તે એજન્ટો દ્વારા તેમને ભારતમાં સ્થાયી કરવા માટે કેટલાક રેટ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં જણાવામાં આવ્યા મુજબ પેમ્ફલેટમાં મહારાષ્ટ્રમાં રહેવા માટે 2 લાખ રૂપિયા, ગુજરાત માટે 1.50 લાખ રૂપિયા, જ્યારે રાજધાની દિલ્હી માટે 1 લાખ રૂપિયાનો ભાવ બોલાય છે. ઉપરાંત, દેશના અન્ય ભાગોમાં બાંગ્લાદેશીઓને સ્થાયી કરવા માટે 50,000 રૂપિયાના રેટ નક્કી કરવામાં આવ્યા હોવાનો દાવો મીડિયા હાઉસના વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં દાવોઆવી સ્થિતિમાં મહારાષ્ટ્રે ખાસ સાવધ રહેવાની જરૂર હોવાનું આ મીડિયા દાવો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદે વસાહત મોટા પાયે ફેલાઈ શકે છે તે પણ જણાવી રહ્યા છે. આ ચોંકાવનારી માહિતી તાજેતરમાં તેઓ એક પેમ્ફલેટ્સના આધારે જણાવી રહ્યા છે. જોકે મીડિયા હાઉસ દ્વારા રજૂ કરાયેલા વીડિયો કે તેના સમાચારની TV9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી, પણ આ વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ આવી માહિતી દેશ અને દેશના લોકો માટે મોટી ચિંતા ઉભી કરી શકે છે.