મોરબીના સેવાભાવી યુવા આગેવાન અજય લોરિયા અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા 15000 તિરંગાનું વિનામૂલ્યે વિતરણ 14 ઓગષ્ટના રોજ સવારે 9 વાગ્યેથી સુપર માર્કેટ, શનાળા રોડ પરથી વિતરણ કરાશે. મોરબીના તમામ દેશભક્તોને તિરંગા મેળવી ઘર ઘર તિરંગા લહેરાવી ભવ્ય સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવા અજય લોરિયા દ્વારા અપીલ કરાઈ છે.