કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપી જ છે.
નવી-નવી યોજના જાહેર કરવા સાથે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય સંશોધનનો નારો આપ્યો છે જ. કૃષિ ક્ષેત્રે સરકાર નવા-નવા સંશોધનો કરી જ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં પાકની નવી 109 જાતનું લોન્ચીંગ કર્યું હતું તેમાં 61 કૃષિ ક્ષેત્રની 34 ક્ષેત્રિય પાક તથા 27 બાગાયતી પાકની
બાજરી, ઘાસચારો, તેલીબીયા, કઠોળ, શેરડી, કપાસ વગેરેની જાત સામેલ હતી.
વડાપ્રધાન મોદી વરસતા વરસાદમાં પોતાના હાથમાં છત્રી પકડીને ખેડૂતોને મળ્યા હતા અને કૃષિ સંબંધી માહિતી મેળવી હતી.