Sunday, September 15, 2024
HomeFeature59 મહિના બાદ મોંઘવારીમાં રાહત: છૂટક ફુગાવાનો દર 3.54%, જાણો શું થયું...

59 મહિના બાદ મોંઘવારીમાં રાહત: છૂટક ફુગાવાનો દર 3.54%, જાણો શું થયું સસ્તું-મોંઘું

સામાન્ય લોકોને મોંઘવારીમાં મોટી રાહત મળી છે. ભારતમાં રિટેલ મોંઘવારીનો દર જુલાઇમાં 59 માસના તળિયે પહોંચ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જુલાઇ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 3.54 ટકા થયો છે. જૂન 2024માં આ દર 5.08 ટકા અને પાછલા વર્ષે જુલાઇમાં આ દર 7.44 ટકા હતો.

નોંધનીય છે કે, પાછલા પાંચ વર્ષોમાં આ પહેલી વાર છે જ્યારે છૂટક ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકા લક્ષ્યની નીચે આવ્યો છે.

શું સસ્તું થયું? (મોંઘવારી દર)

અનાજ- જૂનના 8.75 ટકાથી ઘટીને જુલાઇમાં 8.14 ટકા

દુધ અને ડેરી પ્રોડક્ટ્સ- જૂનના 3 ટકાથી ઘટીને જુલાઇમાં 2.99 ટકા

શાકભાજી- જૂનના 29.32 ટકાથી ઘટીને જુલાઇમાં 6.83 ટકા

મસાલા- જૂનના 2.06 ટકાથી ઘટીને જુલાઇમાં (-1.43) ટકા

દાળ- જૂનના 16.07 ટકાથી ઘટીને જુલાઇમાં 14.77 ટકા

ફળ- જૂનના 7.15 ટકાથી ઘટીને જુલાઇમાં 3.84 ટકા

ખાંડ- જૂનના 5.83 ટકાથી ઘટીને જુલાઇમાં 5.22 ટકા

શું મોંઘું થયું?  (મોંઘવારી દર)

તેલ- જૂનના -2.68 ટકાથી વધીને જુલાઇમાં -1.17 ટકા

ખાદ્ય પદાર્થોના ભાવ ઘટ્યા રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના આંકડાઓ મુજબ, ખાદ્ય પદાર્થોની મોંઘવારી જુલાઇમાં 5.42 ટકા રહી છે. જૂનમાં આ મોંઘવારી 9.36 ટકા હતી. સરકારે રિઝર્વ બેંકને છૂટક ફુગાવાનો દર 2 ટકાની વધ-ઘટ સાથે ચાર ટકા રાખવાની જવાબદારી સોંપી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!