Monday, December 2, 2024
HomeFeatureરાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, 17 જિલ્લાઓના 32 શિક્ષકો ભાગી ગયા વિદેશ!

રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, 17 જિલ્લાઓના 32 શિક્ષકો ભાગી ગયા વિદેશ!

ગુજરાતમાં સરકારી શિક્ષણમાં કેવી પોલંપોલ ચાલી રહી છે તેનું નવું ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાતના 17 જિલ્લાઓના સરકારી નોકરી કરતા શિક્ષકો વિદેશ ભાગી ગયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

ગુજરાતમાં 17 જિલ્લાઓના 31 શિક્ષકો વિદેશ ભાગી ગયા છે.. આ આંકડો સરકારી છે.. જી હાં, રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય છે.. જોકે, હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે પણ કમર કસી છે..

જોકે, બીજી તરફ અમેરિકાથી એક શિક્ષિકાએ વીડિયો મેસેજ કરીને એક ખુલાસો કર્યો છે જે બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.. ભૂતિયા શિક્ષકોની ઘટનામાં શું છે નવું અપડેટ જુઓ આ રિપોર્ટમાં..

ગુલ્લીબાજ શિક્ષકોની હવે ખેર નહીં!

આકરા પગલાં લેવાની તૈયારીમાં શિક્ષણ વિભાગ – 17 જિલ્લાઓના 32 શિક્ષકો ભાગી ગયા વિદેશ!

જી હાં, સરકારી આંકડા પ્રમાણે 17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશ ભાગી ગયા છે.. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે..

તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકાર એક્શન લેશે.. આ બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી.. માનવતાના અભિગમથી કર્મચારીઓને બે,ત્રણ કે છ મહિનાની રજા અપાતી હોય છે..

ત્યારે હકનો દુરૂપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઇ શકે તે અંગે સરકાર ચર્ચા વિચારણા કરશે..

તો બીજી તરફ ભૂતિયા શિક્ષકોને લઈને હવે કોંગ્રેસ પણ સરકાર પર આક્રામક છે.. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભૂતિયા શિક્ષકોને લઈને સરકાર પર ગંભીર પ્રહાર કર્યા.. મનીષ દોશીએ કહ્યું કે, ગેરહાજર શિક્ષકોની તપાસ કરવામાં પણ સરકારની લાલિયાવાડી જોવા મળી રહી છે.

તો બીજી તરફ બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.. પરદેશમાં રહેતા શિક્ષિકા ભાવનાબેન પટેલ સામે આવ્યા છે.. શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારે અમેરિકા જવાનું હતું એટેલે મારે NOC લેવાની હતી અને હું જિલ્લા પંચાયતની NOC લઈને અમેરિકા ગઈ છું..

શિક્ષિકા ભાવના પટેલના દાવા બાદ દાંતાના TPOનું મોટુ નિવેદન સામે આવ્યું છે.. TPOએ કહ્યું છે કે શિક્ષિકા ભાવનાબેનના રજા રિપોર્ટમાં NOC એટેચ નથી.. જિલ્લા પંચાયત તરફથી મળતી NOC ભાવનાબેનના રજા રિપોર્ટમાં નથી..

ભૂતિયા શિક્ષકોના કૌભાંડની શરૂઆત બનાસકાંઠા જિલ્લાથી જ થઈ હતી જોકે, આ બધા વચ્ચે બનાસકાંઠાના અંબાજીના મગવાસમાંથી વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો.. મગવાસ શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક છેલ્લા 1 વર્ષથી ગાયબ હોવાનું જાણવા મળ્યું..

જય ચૌહાણ નામનો શિક્ષક એક મહિનાની નોકરી બાદ ક્યારેય શાળાએ હાજર થયો જ નથી.

આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું જાણાવ્યુ છે.. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હોવાનું પણ સામે આવ્યું છે..

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!