Monday, December 2, 2024
HomeFeatureમોરબીના જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ

મોરબીના જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ

જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવારો નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોતા 15 ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવવાનું રહેશે.

બુકિંગ માટે વીકે ડીજીટલ પરાબજાર, જીનેશ શાહ ગ્રીન ચોક, પારસ શાહ ગ્રીન ચોક, દિવ્યાકર સ્ટોર બજાર લાઈન, ગૌતમ નોવેલ્ટી સ્ટોર, અંજલિ કુરિયર ન્યુ બસ સ્ટેન્ડ સામે, માં ટેલીકોમ મહેન્દ્રનગર ચોકડી અને રાધે સિલેકશન નાની કેનાલ રોડ ખાતે બુકિંગ કરાવવાનું રહેશે.

બૂકિંગ કરાવનારને જ તા.17 ના રોજ સાંજે 4 થી 8 સુધી સાંઈ બાબા શોપિંગ સેન્ટર, એસબીઆઈ બેંક સામે, ત્રિકોણ બાગ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવશે.

શુદ્ધ ઘીમાંથી બનાવેલ મોતીચૂર લાડુ, કાજુ કતરી, ટોપરા પાક, બરફી, માવાના પૈંડા, થાબડી પેંડા, બટર સ્કોચ બરફી, થાબડી, મોહનથાળ, મિક્ષ મીઠાઈ તેમજ શુદ્ધ તેલમાં બનાવેલ ફરસાણ જેમાં ચકરી, ચવાણું, તીખા ગાઠીયા, પાપડી, સકરપાલા, સમોસા પૂરી, જૈન ભાખરવડી, બટર ભાખરવડી, પકવાન, ખાજલી, ફરાળી ચેવડો, ભાવનગરી ગાંઠીયા, ફરસી પૂરી અને મેથી પૂરી સહિતની મીઠાઈ અને ફરસાણ લોકોને રાહત ભાવે મળી રહે તે માટે જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!