શોર્ટ વીડિયો મેકિંગ એપ અને ફોટો શેયરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનાં અનેક લોકો શોખીન હોય છે. આમ, તમે પણ આ સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે ખુશખબર છે. તો જાણો આ લેટેસ્ટ અપડેટ વિશે.
તમે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ ખુશખબર છે. ઇન્સ્ટાગ્રામ એક પોપ્યુલર શોર્ટ વીડિયો મેકિંગ અને ફોટો શેયરિંગ પ્લેટફોર્મ છે. હવે કપંનીએ કરોડો યુઝર્સને મોટી ખુશખબરી આપી છે.
મેટાનાં સ્વામિત્વ વાળા આ એપમાં યુઝર્સને એક મોટી અપડેટ આપી છે. હવે ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પોસ્ટની સાથે 10 થી વધારે ફોટો અને વીડિયો એડ કરી શકશે.
તમે તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો એક નવો એક્સપીરિયન્સ તમને મળવાનો છે. જો કે હાલમાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સ કેરોસેલ પોસ્ટમાં વધારેમાં વધારે 10 ફોટો-વીડિયો શેર કરતાં હતા પરંતુ હવે આની સંખ્યા વધારી દેવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામે એક સિંગલ પોસ્ટની સાથે ફોટો-વીડિયો શેયરિંગની સંખ્યા વધારીને 20 કરી દીધી છે.
2017માં લોન્ચ થયુ હતુ ફીચર
આમ, તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામે યુઝર્સ માટે કેરોસેલ ફીચર વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો. ત્યારથી કંપનીએ આમાં અનેક અપડેટ્સ આપી રહી છે. કેરોસેલ ફીચરમાં યુઝર્સને એની પોસ્ટની સાથે મ્યૂઝિક એડ કરવાનું ફીચર પણ મળે છે. કેરોસેલમાં યુઝર્સને પોસ્ટની નીચે ડોટ્સ આપવામાં આવે છે જેનાં પર સ્વેપ કરીને એ નેકસ્ટ ફોટોઝ અને વીડિયોઝ પર જાય છે.
ટિક-ટોકને મળશે મોટી ટક્કર
આમ, તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામને લેટેસ્ટ અપડેટની સાથે નવા ફીચર્સથી ટિક ટોકને મોટી ટક્કર મળવાની છે. ભારતમાં ભલે ટિક ટોક બેન હોય પરંતુ હાલમાં પણ શોર્ટ વીડિયો મેકિંગ એપનો અનેક દેશોમાં લોકો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ જ્યાં એનાં યુઝર્સને હવે 20 ફોટો એડ કરવાનો ઓપ્શન આપી રહ્યાં છે ત્યાં ટિક ટોક યુઝર્સને એક કેરોસેલમાં 35 ફોટો વીડિયો એડ કરવાનું ફીચર મળે છે.
આમ, વાત કરવામાં આવે તો દિવસેને દિવસે જેમ સ્માર્ટફોનનો ઉપયોગ વધતો જાય છે એમ લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ જેવી એપ્સનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી રહ્યાં છે. યુઝર્સ આ એપ્સથી અનેક ઘણી મજા કરતાં હોય છે. આ એપ્સ દિવસને દિવસે વધારે પોપ્યુલર થતી જાય છે.