રાજ્યસભા દ્વારા 30મી જુલાઈ, 2024ના રોજ રાજકોટ AIIMSમાં સભ્યપદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજ રોજ તા.7મી ઓગસ્ટના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જેને લઈ ચોતરફથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. તેમજ AIIMSનાં સભ્ય તરીકે તેઓની વરણી થતાં કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (તસ્વીર અહેવાલ : અજય કાંજીયા )