Sunday, September 15, 2024
HomeFeatureસિલ્વર મેડલ કેમ છિનવ્યો સમજાતું નથી...: સચિન તેંડુલકરે વિનેશ ફોગાટ મુદ્દે આપી...

સિલ્વર મેડલ કેમ છિનવ્યો સમજાતું નથી…: સચિન તેંડુલકરે વિનેશ ફોગાટ મુદ્દે આપી ‘અમ્પાયર્સ કૉલ’ની સલાહ

વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિલોગ્રામ રેસલિંગ ઈવેન્ટની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાથી રેસલિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવતા તેને લઈને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટીકા કરી છે, ત્યારે સચિન તેંડુલકરે વિનેશ ફોગાટ મુદ્દે આપી ‘અમ્પાયર્સ કૉલ’ની સલાહ આપી છે.

જો કે, વિનેશ આ મુદ્દે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનનો આસરો લીધો હતો. આ દરમિયાન તેંડુલકરે કહ્યું હતું કે, ‘રમતમાં નિયમો પર સમય-સમય પર ધ્યાન આપવું જોઈએ.’

તેંડુલકરે રેસલર ફોગાટને લઈને શું કહ્યું?

તેંડુલકરે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘દરેક રમતના કેટલાક નિયમો હોય છે અને તે નિયમોને સંદર્ભમાં જોવાની જરૂર છે, ક્યારેક આ નિયમો બીજી વખત પણ ધ્યાન આપવું જોઈએ. વિનેશ ફોગાટે નિષ્પક્ષતાથી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

વજનને લઈને તેને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામા આવી હતી અને આવી સ્થિતિમાં તેની પાસેથી સિલ્વર મેડલ છીનવી લેવાનું તર્ક રમતની સમજની બહાર છે.’

ખેલાડી અનૈતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ગેરલાયક ઠેરવવો યોગ્ય

તેંડુલકરે કહ્યું કે, ‘જો કોઈ ખેલાડી અનૈતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ગેરલાયક ઠેરવવો યોગ્ય છે, પરંતુ વિનેશના કિસ્સામાં આવું થયું ન હતું, જો કોઈ ખેલાડી સારુ પ્રદર્શન કરવા માટે દવાનો ઉપયોગ કરે તો તેને નૈતિક ઉલ્લંઘન માટે ગેરલાયક ઠેરવવો એ બધાને સમજમાં આવે.

આ સ્થિતિમાં તેને કોઈ મેડલથી સન્માનિત ન કરી છેલ્લા સ્થાન પર રાખવો યોગ્ય રહેશે.’

વિનેશને એ ઓળખ મળે જેની તે હકદાર છે

તેમણે કહ્યું કે, ‘ફોગાટે તેના હરીફોને હાર આપીને ટોપ ટુમાં સ્થાન મેળવ્યું હતું. તે ચોક્કસપણે સિલ્વર મેડલની હકદાર છે. અમે બધા સ્પોર્ટ્સ આર્બિટ્રેશનના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. આશા અને પ્રાર્થના કરીએ કે વિનેશને એ ઓળખ મળે જેની તે હકદાર છે.’

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!