ગુજરાત સાયન્સ કાઉન્સિલ અને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે મોરબી જીલ્લાનાં પાંચ હજાર જેટલા બાળકો વિજ્ઞાન કેન્દ્રનાં અભ્યાસુ પ્રવાસ કરશે.
આજે વહેલી સવારે મોરબી જીલ્લાની માધાપર ઓજી સ્કુલ અને બાજીરાજબા કન્યા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસુ પ્રવાસે નીકળેલ હતા ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ લીલી ઝંડી આપીને વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ તકે લોક વિજ્ઞાન કેન્દ્રનાં દીપેન ભટ્ટ, દિનેશભાઇ વડસોલા સહિત શાળાના શિક્ષકગણ અને વાલીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેલ હતા.