ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠર્યાં બાદ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની પહેલી તસવીર સામે આવી છે જેમાં તેઓ પીટી ઉષાને મળી રહેલા જોઈ શકાય છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી બહાર થયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટનો પહેલો ફોટો સામે આવ્યો છે. તસવીરમાં વિનેશ ફોગાટ હોસ્પિટલના બેડ પર બેઠેલા અને હસી રહેલા દેખાય છે તેમની બાજુમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષા ઊભેલા જોઈ શકાય છે.
વજન વધારાને કારણે વિનેશ અયોગ્ય જાહેર
ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટ પર વજન વધારાને કારણે કુસ્તીની ફાઈનલ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે.
વિનેશ ફોગાટને બદલે હવે ક્યુબાની પહેલવાન લોપેઝને ફાઈનલમાં રમવાની તક મળી છે. વિનેશ ફોગાટ ગઈ કાલે જ લોપેઝને સેમી ફાઈનલમાં હરાવી હતી. 6 ઓગષ્ટની રાત્રે વિનેશ ફોગટનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થયું હતું.
પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી.
વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે.
વજન વધારા વિલન બન્યો વજન વધારાને કરાણે સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવી છે. આ વાતનો વિનેશ સહિત આખા દેશને ભારે આઘાત લાગ્યો હતો અને વિનેશ પર તેનું અવળું પરિણામ આવ્યું હતું.
ડિસ્ક્વોલિફાઈના સમાચાર મળતાં જ વિનેશ ફોગાટ બેહોશ થઈને ઢળી પડી હતી આથી મેદાનમાં હાહાકાર મચ્યો હતો. ડીહાઈડ્રેશનને કારણે તે અગાઉ પણ બેહોશ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી. 6 ઓગષ્ટની રાત્રે વિનેશ ફોગટનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થયું હતું.
પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી. વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી.
વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે.