સુરત મધ્યે આંતરાષ્ટ્રીય કક્ષાએ શબ્દશ્રી સંસ્થા દ્વારા ૫૧ થી વધુ નારી રત્નોને “નારી તું નારાયણી” એવોર્ડ અર્પણ,જેમાં નખત્રાણા નિવાસી કુમારી પૂજાબેન ભરતભાઈ ( કટ્ટા ) સોનીને તેમની લખવાની શૈલી અને મલ્ટી ટેલેન્ટ માટે પસંદ કરાયા હતા
તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૪ ગુરુવારના રોજ સ્વામી લીલાશાહ ભવન એસી હોલ, સુરત ખાતે શબ્દશ્રી સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નીમતે દેશભરમાંથી પસંદ કરવામાં આવેલ ૫૧ થી વધુ નારી રત્નોને “નારી તું નારાયણી” એવોર્ડ અપૅણ કાર્યક્રમ સવારે ૧૦:૦૦ કલાકે અતિથિ વિશેષ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ભારત સરકારના રેલ્વે અને કાપડ રાજ્યના ભૂતપૂર્વપ્રધાન દર્શનાબેન જરદોશ રહ્યા હતા.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ સન્માનિત થયેલ નારી રત્નોને શુભકામનાઓ પાઠવી હતી
શબ્દશ્રીના સ્થાપક શ્રી વિનોદભાઈ મેઘાણી અને તેમના પુત્રવધુ શ્રીમતી ભાગ્યશ્રી બેન મેઘાણી સ્ત્રી સશકિતકરણને વધુ પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં માને છે અને પ્રતિભાવંત નારી રત્નોનો સમાજને પરિચય કરાવવો એ પણ સ્ત્રી સશકિતકરણ પ્રવૃતિનો એક મહત્વનો હિસ્સો છે.
શબ્દશ્રી સંસ્થા દ્વારા દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, પ્રવુતિઓમાં નોંધપાત્ર પ્રદાન કરનાર નારીરત્નોના નામાંકન માગવામાં આવ્યા હતા જેમાં દેશભરમાંથી અઢળક નામાકનો આવ્યા હતા. નૃત્ય નાટક, સંગીત સાહિત્ય,શિક્ષણ, મલ્ટી ટેલેન્ટ, લલિતકળા, કાયદો અને ન્યાય, સ્ત્રીઓના હિતની રક્ષા,રમત ગમત વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર બહેનોના અર્પણ અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હતી જેમાં નખત્રાણાના પૂજાબેન સોનીને તેમની લખવાની શૈલી અને મલ્ટી ટેલેન્ટ માટે “નારી તું નારાયણી” એવોર્ડ એનાયત કરી તેમના માતા દમયંતીબેન અને પિતા ભરતભાઈની સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા
વાસ્તવ અને વિચારોનું, રસાયણનું વર્ણનો દ્વારા આલેખન એ લેખિકાની લેખનની દિશા છે.તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટી ખાતે લલિત તેમજ લલિતેતર ગદ્યલેખિકા પૂજાબેન સોનીનું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.મોહનભાઈ પટેલ સાહેબના વરદહસ્તે શુભેચ્છા સંદેશ સાથેનું વિશેષ સન્માન પત્ર તેમજ પુસ્તક ભેટ સ્વરૂપે આપી બહુમાન કરાયું હતું.
તેમજ ભુજ,દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી નવીનભાઈ જોષી દ્વારા પણ શુભેચ્છા પઢવામાં આવી હતી ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પી.એમ.જાડેજા સાહેબ,માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છી ગુજરાતી સાહિત્યકાર વક્તા ડૉ. રમેશભાઈ ભટ્ટ દ્વારા પણ બહુમાન કરાયું હતુ.
નાની વયે વિવિધ વિષયો પર આર્ટિકલ્સ લખવાનો શોખ અને દરેક પ્રવૃતિઓમાં કલાનો ત્રિવેણી સંગમ ધરાવનાર બહુમુખી પ્રતિભા ‘અખિલ ભારતીય મારું કંસારા સોની સમાજની પ્રથમ યુવતી “નારી તું નારાયણી” એવોર્ડ વિજેતા પૂજાએ સમાજ તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે.
એવોર્ડથી સન્માનિત થનાર દરેક નારી રત્નોએ શબ્દશ્રી સંસ્થાને આભારની લાગણી વ્યક્ત કરી હતી અને ભોજન સાથે સૌ આનંદભેય વિદાય થયા હતા