Sunday, September 15, 2024
HomeFeatureમોરબીમાં લજાઈ ગામે મહિલાઓને જાતિય સતામણી અધિનિયમ વિશે માર્ગદર્શન અપાયું

મોરબીમાં લજાઈ ગામે મહિલાઓને જાતિય સતામણી અધિનિયમ વિશે માર્ગદર્શન અપાયું

6 ઓગસ્ટના રોજ ‘નારીવંદન ઉત્સવ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સોનમ ક્લોક કંપની, લજાઈ ખાતે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન માંડવીયાના અધ્યક્ષસ્થાને ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા કંપનીમાં કામ કરતાં મહિલા કર્મચારીઓએ પોતાની આસપાસમાં કામ કરતી બહેનોને સહકાર આપવા તથા મહિલા અને બાળ કચેરી દ્વારા અમલીત યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી.

સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગના ડો. પ્રજ્ઞાબેન સુરાણી દ્વારા ઉપસ્થિત મહિલા કર્મચારી બહેનોને માનસીક સ્વાસ્થ્ય તેમજ પારિવારીક અને કામકાજ વચ્ચે સંતુલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજના હરીફાઈના યુગમાં એકબીજાને મદદરૂપ થઇને કાર્યભારણ ઓછો કરવા તેમજ પોતાનું માનસીક અને શારીરીક સ્વાસ્થ્ય સારૂ રાખવા એક્સરસાઈઝ અને મેડીટેશન કરવા માર્ગદર્શન આપ્યું હતું.

DHEW- મોરબીના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર મયૂરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત મહિલા કર્મચારી બહેનોને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 કાયદા અન્વયે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતમાં DHEWના કર્મચારી જેન્ડર સ્પેશ્યાલિસ્ટ નિખીલભાઈ ગોસાઇ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!