મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે. કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા તથા મોરબી બારના પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ.
તેમજ મોરબી બારના પ્રમુખ દ્રારા મોમેન્ટો આપીને ડીસ્ટ્રીકટ જજને સન્માનીતિ કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડાનું મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ.
મોરબીના એડી.ડીસ્ટ્રીકટ જજ પંડયાનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી.દોશી દ્રારા કરવામાં આવેલ.
તેમજ હાજર રહેલ મોરબીના ચીફ જયુડી.જજ રાવલનુ સન્માન મો2બી બારના જોઈન્ટ સેક્રેટરી ઉદયસિહ જાડેજા દ્રારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી.ફેમીલી જજ વાનાણી, ઈજનેર, ચંદનાની, ખાન, જાડેજા તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજર્સીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સરકારી વકીલ વિજયભાઈ જાની, સંજયભાઈ દવે વિગેરે હાજર રહ્યા હતા.