ગઇકાલે નારી વંદન સપ્તાહ ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સભાખંડ, જિલ્લા પંચાયત, મોરબી ખાતે મહિલા નેતૃત્વ દિવસ ની ઉજવણી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા શાબ્દીક સ્વાગત કર્યું હતું અને મદદનીશ તિજોરી અધિકારી વાર્ગીશાબેન રામાણી દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને બાલીકા સરપંચને બાલીકા પંચાયત વિષે તેમજ તેની કામગીરી બાબતે વિસ્તૃતમાં માહિતી આપેલ હતી.
નાયબ ચીટનીશ રિધ્ધીબેન પંડયા દ્વારા પંચાયતી રાજ તથા સામાજિક અન્વેષણ વિષે વિસ્તૃત સમજ આપેલ હતી તેમજ મહિલા તરીકે જે સ્થાને નેતૃત્વ કરતા હોય ત્યારે મહિલાએ પોતાને સ્વનિર્ણય લેવા જોઈએ તેમ જણાવેલ હતું.
ત્યારબાદ ડો. હેમાલીબેન ત્રિવેદી દ્વારા વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે માતાના દૂધમાં રહેલ શક્તિઓ તેમજ સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય, પ્રાકૃતિક ખેતી, ડેરી પશુપાલન જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનપત્ર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
અંતમાં આઇસીડીએસ પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી.