કઈ પાર્ટીએ કતલખાના પાસેથી કેટલુ ફંડ લીધુ જાહેર કરો: સાંસદ
લોકસભાના સાંસદ ગેનાબેન ઠાકોર એ લોકસભાની બેઠકમાં ગોમાતાનો મુદ્દો ઉઠાવ્યો છે અને ગોમાતાના મુદ્દે અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેઓએ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા લોકસભામાં માંગણી ઉચ્ચારી હતી.
અને અનેક માંગણીએ સ્પીકર સમક્ષ મુકી હતી.ગેનીબેન ઠાકોર જણાવે છે. કે દેશના સાધુસંતો શંકરાચાર્ય, સરસ્વતી મહારાજ, સ્વામી મુક્તેશ્વરનંદએ પદયાત્રા કરી ગોમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી છે. ત્યારે આજે હુ પણ એજ માંગણી કરી રહી છું.
તેમજ ગોવંશ પર હત્યા પર પ્રતિબંધનો કાયદો લોકસભામાં લાવવામાં આવે.હાલ પશુપાલકોને મારે હાલાકી પડી રહી છે. ત્યારે ગાયોની ભાવ માટે ગૌશાળાને પ્રતિદિન રૂ।.100 આપવા પણ માંગણી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ગાયના ગોબરની જરૂર પડે છે. પશુની ખરીદી કરવા માટે પશુપાલકો વીમો ખરીદે છે આ ખરીદી સમયે 18 ટકા જીએસટી લગાવવામાં આવેલ છે.
આથી આ જીએસટી દર દૂર કરવા પણ માંગ કરી હતી.લોકસભામાં મહત્વનો મુદ્દો જાહેર કરતા જણાવે છે. કે ભારતના તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કેટલુ ફંડ લીધુ કે તે જાહેર કરવામાં આવે.મોટા ભાગના ગોચરો ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યા છે.
તે માટે વન પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઉદ્યોગપતિઓને ગોચરો ન આપવા પરનો સુપ્રિમ કોર્ટનો પ્રતિબંધિત કાયદો યથાવત રાખવામાં માંગ કરી હતી.