બાંગ્લાદેશમાં પ્રદર્શનો અને હિંસા થયા બાદ વડાપ્રધાન પદેથી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે.
તેમણે દેશ છોડ્યો ત્યાર પછી પણ ઘણા શહેરોમાં લૂંટફાટ અને આગચંપીના બનાવો ચાલુ જ રહ્યા હતા. પાટનગર ઢાકામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પીએમના નિવાસસ્થાન સહિત અનેક ઈમારતોમાં તોડફોડ કરી હતી.
આ તમામની વચ્ચે બાંગ્લાદેશી ક્રિકેટર લિટન દાસનું નામ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું હતું.ક્રિકેટને લગતા એક ફેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા હતા જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે બાંગ્લાદેશી હિન્દુ ક્રિકેટર લિટન દાસનું ઘર પ્રદર્શનકારીઓએ સળગાવી દીધું હતું. પરંતુ આ સમાચાર પાછળનું સત્ય કંઈક અલગ જ છે.
જાણવા મળ્યું હતું કે આ ઘર લિટન દાસનું નથી પરંતુ બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મશરફે મોર્તજાનું છે અને તેઓને આ વિરોધમાં એટલા માટે શિકાર બનાવાયા છે કારણ કે મુર્તઝા શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સાંસદ છે. બાંગ્લાદેશના યુવાનોમાં રોષ હતો કે મોર્તઝા તેમની સાથે કેમ ઉભા નથી રહ્યા.
લિટન દાસની પત્ની કૃષ્ણભક્ત
લિટન દાસના અંગત જીવનની વાત કરીએ તો ક્રિકેટર અને તેની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા બંને હિન્દુ ધર્મ પાળે છે અને ભગવાનના પરમ ભક્ત છે. લિટન દાસ દેવી માના ભક્ત છે, જ્યારે દેવશ્રી પોતાને ભગવાન કૃષ્ણની દાસી માને છે.
દેવશ્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં, દેવશ્રી બિસ્વાસ સંચિતાએ પોતાને એક ખેડૂત, ભગવાન કૃષ્ણની ભક્ત અને પ્રાણી પ્રેમી ગણાવી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 79.8K ફોલોઅર્સ છે.
ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરવાની સાથે દેવશ્રી તેના પતિ લિટન દાસ સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે. આ ઉપરાંત તે દેવી મા, ભગવાન શિવ, રામ સીતા, ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.
શિવરાત્રી, દુર્ગા પૂજા, ગણેશ ચતુર્થી જેવા હિન્દુ તહેવારો પર પૂજા કરતી વખતે દેવશ્રી તેના ઘરના મંદિરની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
લિટન દાસ અને દેવશ્રી બિસ્વાસ સંચિતા સોશિયલ મીડિયા પર દરેક હિંદુ તહેવારની શુભેચ્છા પાઠવે છે. અગાઉ એકવાર લિટન દાસને દુર્ગા પૂજાની શુભેચ્છા આપવા બદલ બાંગ્લાદેશમાં ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.
જો કે, ક્રિકેટ અને તેની પત્ની દેવશ્રી પર આવી ટ્રોલિંગની કોઈ અસર થતી નથી. આ ટ્રોલર્સને અવગણીને, તે દર વર્ષે ખૂબ જ ધામધૂમથી હિંદુ તહેવારોની ઉજવણી કરે છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.