Sunday, September 15, 2024
HomeFeatureમોરબીના વિરપરની પ્રાથમિક શાળામાં યોજાયો જીવન કૌશલ્ય મેળો; બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવવાનો...

મોરબીના વિરપરની પ્રાથમિક શાળામાં યોજાયો જીવન કૌશલ્ય મેળો; બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવવાનો પ્રયાસ

બાળકોએ કોડિયા અને મટકી ડેકોરેશન, રંગોળી, મહેંદી વેસ્ટ માંથી બેસ્ટ, બ્યુટી પાર્લર સહિતની પ્રવૃત્તિઓ કલાનું પ્રદર્શન કર્યું

      મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં આવેલ વિરપર ગામે   વિરપર (મ) પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વિવિધ કલાઓનો સંચાર થાય અને બાળપણથી જ વિદ્યાર્થીઓમાં નવી આવડતો ઉભી થાય તેવા હેતુથી શાળા પરિવાર દ્વારા જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૌશલ્ય મેળામાં બાળકોએ કોડિયા ડેકોરેશન, મટકી ડેકોરેશન, બ્યુટી પાર્લર, રંગોળી, મહેંદી, રૂ માંથી વાટ બનાવવી, વેસ્ટ માંથી બેસ્ટ સહિતની પ્રવૃત્તિઓ કરી તેમની અંદર રહેલી કળાઓનું પ્રદર્શન કર્યું હતું.

      સરકાર દ્વારા વધુને વધુ બાળકો શાળામાં આવે તેવા હેતુથી શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સર્વ શિક્ષા અભિયાન વગેરે પહેલ કરવામાં આવી રહી છે. ઉપરાંત શાળામાં બાળકો ભણતરની સાથે ગણતર મેળવે અને વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું કૌશલ્ય દાખવી અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં આગળ વધે તેવા હેતુથી અન્ય વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. બાળપણથી જ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા હેતુથી ગમ્મત સાથે જ્ઞાન, વિજ્ઞાન, મેળા કલા મહોત્સવ, બાળ પ્રતિભા શોધ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાની વિરપર (મ) પ્રાથમિક શાળા ખાતે શાળાના સ્ટાફ દ્વારા બાળકો માટે જીવન કૌશલ્ય (લાઈફ સ્કીલ) મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

      શાળાના આચાર્ય છાયાબેન માકાસણાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું પ્રદર્શન પણ ગોઠવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!