Monday, December 2, 2024
HomeFeatureગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35...

ગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

રાજ્યમાં બનવા જઈ રહ્યાં છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. રાજ્યમાં કાર્યરત કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SOG) રાજ્યમાં તૈયાર કરી રહ્યું છે ભવિષ્યના મેડલિસ્ટ્સ. જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂરું પાડી રહ્યાં છે ભાવિ ચેમ્પિયન્સને શ્રેષ્ઠ પ્લેટફોર્મ.

ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે.

રાજ્યમાં હાલમાં જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 મળીને કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને  નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. અમરેલી, આણંદ ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થનાર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા  વોલીબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની  રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પેરિસ ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક 2024માં દેશના ખેલાડીઓ સાતત્યપૂર્ણ પ્રદર્શન થકી દેશને વધુને વધુ મેડલ અપાવવા મહેનત કરી રહ્યા છે. ઓલિમ્પિક અને  પેરાલિમ્પિક 2024માં ગુજરાતના કુલ 5 ખેલાડીઓ આંતરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. આવનારા સમયમાં નવા બનનારા 35 સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેકગણી વધવાની આશા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. જેના લીધે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ‘શક્તિદૂત’ જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવધ રમતોના 64 ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!