Sunday, September 15, 2024
HomeFeatureમોરબીમાં મોટીબાણુંગારના વતની કડવા પાટિદાર સમાજ દ્વારા પુસ્તક તુલ્લાથી સન્માનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં મોટીબાણુંગારના વતની કડવા પાટિદાર સમાજ દ્વારા પુસ્તક તુલ્લાથી સન્માનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રહેતા મોટીબાણુગારના વતની કડવા પાટીદાર સમાજ દ્વારા દ્વિતિય સ્નેહમિલન અને તેજસ્વીતાના સન્માનનો ભવ્ય કાર્યક્રમ ઉમાધામ સંસ્થાન ટ્રસ્ટ મોટીબાણુંગારના પ્રમુખ શ્રીમતિ વર્ષાબેન ભેંસદડિયાના અધ્યક્ષ સ્થાને તા.27ના રોજા યોજાયેલ. આ કાર્યક્રમમાં ગુરુવંદના ભાગ રૂપે મોટીબાણુગાર હાઇસ્કૂલના નિવૃત પ્રિન્સીપાલ ભગવાનજીભાઈ કાનાણીનું હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ મનસુખભાઇ મણવર નિવૃત પૂર્વ નાયબ સચિવ, શ્રી રમત-ગમ્મત સાંસ્ક્રુતિક વિભાગ – ગાંધીનગર તથા પ્રભુલાલ ભેંસદડિયા – નિવૃત કસ્ટમ ઓફિસર તથા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક તુલ્લાથી અપૂર્વ અને પ્રેરણાદાયક સન્માન કરવામાં આવેલ. કાનાણી મગનભાઇ બોડા – નિવૃત તાલુકા વિકાસ અધિકારી અને મનસુખભાઇ ભેંસદડિયાએ સન્માન પત્ર અર્પણ કરેલ.

હરસુખભાઇ ભેંસદડિયા – પૂર્વ પ્રમુખ સહકારી મંડળી- મોટીબાણુંગાર તથા નિવૃત તલાટી મંત્રી હરિશભાઈ કાનાણીએ શાલ અને ખેશથી તેમજ ભૂરાલાલ ભેંસદડિયા નિવૃત સિંચાઇ વિભાગ અને નિવૃત આચાર્ય શાંતિલાલ ભેંસદડિયાએ મોરબીની શાન ઘડિયાર એનાયત કરેલ. સમારંભના અધ્યક્ષ વર્ષાબેન ભેંસદડિયાનું શાલ અને ખેશથી શ્રીમતિ પુષ્પાબેન મણવરે (ક્ધવીનર જામનગર ગ્રામ્ય મહિલા સમિતિ) તથા સરોજબેન ભેંસદડિયાએ સન્માન કરેલ. શ્રીમતિ રસીલાબેન ભગવાનજીભાઇ કાનાણીનું શાલથી શ્રીમતિ નયનાબેન ભેંસદડિયા તથા શ્રીમતિ રમાબેન ભેંસદડિયાએ સન્માન અકરેલ. વાંકાનેરના યુવા- મામલતદાર? ઉત્તમ કાનાણીનું શાલ દ્વારા કિશોર ભેંસદડિયા તથા અતુલ ભેંસાદડીયાએ સન્માન કરેલ.

મોટીબાણુંગાર શ્રી ઉમિયા મંદિરના દાતા રાજુભાઇ મણવરનું શાલથી ભૂપતભાઈ ભેંસદડિયા અને અરજણભાઈ ભેંસદડિયાએ સન્માન કરેલ. પ્રભુલાલ ડી. ભેંસદડિયાનું શાલ દ્વારા પ્રવિણ ભેંસદડિયા તથા રમેશ ભેંસદડિયાએ સન્માન કરેલ. ગુજરાત રાજયપાલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા દિનેશ ભેંસદડિયા નું શાલ દ્વારા ભરત ડી. ભેંસદડિયા તથા ભરત સી. ભેંસદડિયાએ સન્માન કરેલ. શ્રી ઉમિયા મંદિર – મોટીબાણુંગારના મંત્રીશ્રી રમેશભાઈ ભેંસદડિયાનું ભાવિન બોડા તથા મનોજ ભેંસદડિયાએ શાલ દ્વારા સન્માન કરેલ.

મહાનુભાવોના હસ્તે ભગવાનજીભાઇ કાનાણી સંપાદિત સરદાર સૌના સરદાર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવેલ. અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતિ વર્ષાબેન ભેંસદડિયા તથા મસુખભાઇ મણવરે પ્રાસંગિક પ્રવચન આપેલ. પૂર્વ વિદ્યાર્થીઓ શાંતિલાલ ભેંસદડિયા, ભૂરાલાલ ભેંસદડિયા, મનસુખભાઇ ભેંસદડિયાએ હાઈસ્કૂના અભ્યાસ સમયના સંસ્મરણો જણાવેલ કાર્યક્રમનુ સુંદર અને સફળ સંચાલન શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઇ ભેંસદડિયાએ સંભાળેલ. આભાર દર્શન શ્રીમતિ પુષ્પાબેન મણવરે કરેલ. દરેક શ્રોતાઓ ને સરદાર, વિવેકાનંદ, દિકરી અને માતા અંગેની ભગવાનજીભાઇ કાનાણી સંપાદિત 250 પુસ્તિકાઓ આપવામાં આવી. મા ઉમિયાના પ્રસાદ ભોજનની સુંદર વ્યવસ્થા ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવેલ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!