ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે. રોહિત શર્માએ આજે શ્રીલંકા સામેની વનડે મેચમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
શ્રીલંકા સામે રમતી વખતે રોહિત શર્માએ એવો રેકોર્ડ બનાવ્યો છે, જેનો પીછો કરવો હવે સરળ નથી. રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર વિશ્વનો પહેલો કેપ્ટન બન્યો છે.
રોહિત શર્માએ કેપ્ટન તરીકે અત્યાર સુધી કુલ 124 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. અને તેમાં તેણે સૌથી વધુ 234 છગ્ગા મારીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
તેણે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે 198 મેચમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી અને 233 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 59 મેચમાં કુલ 84 છગ્ગા ફટકાર્યા છે.
જ્યારે વનડેમાં તેણે 262 મેચ રમીને 323 છગ્ગા ફટકાર્યા છે. T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો હિટમેને 159 મેચમાં 205 છગ્ગા ફટકાર્યા છે. જો કે, આ તેના એક ખેલાડી તરીકેના રેકોર્ડ છે, કેપ્ટન તરીકે નહીં.