બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.

ડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો ચેતી જજો…બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.

ગુજરાત સરકારે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી પાડવા માટે તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી કોર્ટમાં કેસનો નિકાલ ના થાય ત્યાં સુધી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓ પોલીસ સ્ટેશનમાં જમા રહેતી હતી, પરંતુ હવે આવી ગાડીઓનો નિકાલ કરી દેવામાં આવશે.

















