Sunday, September 15, 2024
HomeFeature9મી ઓગસ્ટથી કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’નો મોરબીથી પ્રારંભ: ગાંધીનગરમાં સમાપન

9મી ઓગસ્ટથી કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’નો મોરબીથી પ્રારંભ: ગાંધીનગરમાં સમાપન

પીડિત પરિવારજનોને ન્યાય અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ સામે પગલા લેવાની માંગ સાથે

યાત્રા દરમિયાન રાજકોટમાં સંવેદના સભા; સાબરમતી આશ્રમમાં સભા યોજાશે: વિધાનસભામાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવાશે: પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ, ધારાસભ્યો, હોદેદારો, પીડિત પરિવારો યાત્રામાં જોડાશે; દરરોજ 25 કિ.મી.નું અંતર કપાશે: 22મી ઓગસ્ટે ગાંધીનગરમાં યાત્રાની પૂર્ણાહુતી

રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં નેતાઓ-અધિકારીઓને ક્લીનચીટ મળતા જ પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ સામે કડક પગલા લેવા કોંગ્રેસ દ્વારા આગામી 9મી ઓગસ્ટમાં ક્રાંતિ દિને મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવેલ હોવાની વિગતો પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આપી હતી.

 લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે પત્રકાર મિત્રો દ્વારા ગુજરાતમાં જનતાને લડાઈ માટે અને ભાજપના અન્યાય સામે સાથ અને સહકાર હંમેશા આપ્યો છે. ગુજરાતમાં મોરબી થી તારીખ 9 થી શરૂ થતી ન્યાય યાત્રા ત્રણ પ્રકારના યાત્રિકો હશે એક ન્યાય યાત્રીઓ કે જેઓ હર હંમેશ આરંભથી અંત સુધી યાત્રાની સાથે જોડાયેલા રહેશે જે સતત 15 દિવસ સુધી પદયાત્રામાં ગાંધીનગર સુધી રહેશે બીજા જિલ્લા ના ન્યાયત્રીઓ જો પાંચ થી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના યાત્રિકો રહેશે 9 ઓગસ્ટે શરૂ થતી યાત્રાએ મોરબીના ઝુલતા પુલે થી શરૂ કરવામાં આવશે.

તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે 15 મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદ થી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમે અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.

મોરબી થી સવારે 9:00 વાગે શરૂ કરવામાં આવશે ટંકારા ગૌરીદડ સંભવત 11 તારીખે રાજકોટમાં સાંજે પહોંચશે ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા ભાજપના પાપનો ઘડો રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચાર ની ફરિયાદો ખુદ પ્રજા આ ઘડામાં ઠલવશે ભાજપના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં સતા પરિવર્તન ની એક લહેર ઊભી થઈ છે.

પદયાત્રામાં 100 પદયાત્રીઓ કાયમી હશે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે જેમાં આદિવાસીઓ વિસ્તારો માછીમારીના વિસ્તારોમાં થતા અન્યાય આ અંગે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે યાત્રા પ્રદેશ પ્રમુખ વિપક્ષી નેતા ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તવિક સાથે રહી ગુજરાતમાં જવાબદારીઓ સોંપી છે.

તે પ્રમાણે યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ચાલશે યાત્રામાં ક્યાંય પણ ઢોલ નગારા સ્વાગત કરવામાં આવશે નહીં ફક્ત સૂતરની આટીથી સ્વાગત કરાશે રાષ્ટ્રીય નેતાઓ અને ખુદ રાહુલ ગાંધી પણ આ યાત્રામાં યાત્રાના સમય ગાળા દરમિયાન જોડાવાની પૂરી શક્યતા છે. પરિવારો પણ આ યાત્રામાં પોતાને ન્યાય મળે એટલા માટે જોડાવાના છે. ગુજરાતમાં ભાજપ આવા થતા અગ્નિકાંડ કે અન્ય કાંડોમાં ચોક્કસ વ્યક્તિને મોહરું બનાવી ભાજપ પોતાના મળતીયાઓને બચાવી લેવાનો પ્રયાસ કરે છે.

યાત્રા દરમિયાન 15મી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર મહાધ્વજ ફરકાવાશે બાદ સાબરમતી આશ્રમમાં સભા ત્યારબાદ 22મી ઓગસ્ટે ગાંધીનગરમાં યાત્રાનું સમાપન કરાશે. ત્યારબાદ પાર્ટ-2માં વડોદરા-સુરત અને દરિયા કિનારાના માછીમારોના પ્રશ્ર્નો માટે યાત્રાઓનું તબકાવાઇઝ આયોજન છે. યાત્રા દરરોજ 20 થી 25 કિ.મી.નું અંતર કાપશે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓ, પ્રભારીઓ, ધારાસભ્યો તક્ષશિલા, હરણી, મોરબી, રાજકોટના અગ્નિકાંડના પીડિત પરિવારો પણ જોડાશે.

જીગ્નેશભાઈ મેવાણી – ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર અને અપેક્ષા મુજબ કુલડીમાં ગોળ ભાંગ્યો છે .

એક પણ આઇપીએસ કે આઈએએસ કે જવાબદાર પદાધિકારીઓને ટીઆરપી ઝોન મુદ્દે પકડવામાં આવ્યા નથી ભાજપના નેતાઓને અને મગરમચ્છ અધિકારીઓ જે મોટા અધિકારીઓ છે તેને ક્લીન ચીટ આપી છે અગ્નિકાંડના મુદ્દે અને અન્ય મુદ્દાઓને લઈને 9 ઓગસ્ટ થી શરૂ થતી આ ન્યાય યાત્રા વિધાનસભા સત્ર ચાલુ થશે તે સમયે ગાંધીનગરમાં પહોંચશે અને આ અંગે ગાંધીનગરમાં અવાજ ઉઠાવવામાં આવશે, રાહુલ ગાંધી સંસદમાં અવાજ ઉઠાવશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા પહેલા રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાંથી આવેલા કોંગ્રેસના આગેવાનોને યાત્રાના નિયમો અને યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને જવાબદારીઓ અને માર્ગદર્શન આપેલ હતું આતકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા એ પણ કાર્યકરોને ન્યાય યાત્રા અંગે પોતાની જવાબદારી અંગે વિસ્તૃત વિગતો આપી હતી શહેર અને જિલ્લામાંથી બોહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

 પત્રકાર પરિષદમાં લાલજીભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલીયા, અતુલ રાજાણી, લલીતભાઈ વસોયા, વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય, જાવેદ પીરજાદા જેનીબેન ઠુમર, ગાયત્રીબા વાઘેલા, દીપ્તિબેન સોલંકી, ડી.પી મકવાણા,  સહિતના આગેવાનો હાજરી આપી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!