રાજય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩માંથી વર્ગ ૨માં બઢતી આપવામાં આવી છે. આ બઢતીમાં કુલ 233 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બઢતી આપવાનો પોલીસ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

આ બઢતી મેળવનાર અધિકારીઓ વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવે છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં મહત્વપૂર્ણ બઢતીઓની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ ૩માંથી પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ ૨માં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બઢતી હેઠળ, પસંદગી પામેલા અધિકારીઓને પગાર ધોરણ લેવલ ૭માંથી લેવલ ૮માં મૂકવામાં આવશે. જોકે, આ બઢતી કેટલીક મહત્વપૂર્ણ શરતોને આધીન રહેશે.
















