ફાઇલનો વાયરસ બેંક ડેટા ચોરી લે છે: સાઇબર ગઠીયાઓથી ચેતવા લોકોને પોલીસની અપીલ
ઈન્ડિયન ટ્રાફિક પોલીસના નામે ટ્રાફિક રૂલ ફોલો કરો તમારૂ ભવિષ્ય બચાવો તેવા લખાણ સાથેનો ફોટો સાથે ઈ ચલણ ઈસ્યુ થયાની ફાઈલ મોકલી ઓનલાઈન ફ્રોડનો નવો રસ્તો ચીટર્સે ખોલ્યો છે.
હવે ટ્રાફિક પોલીસના નામે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર ઠગો સક્રિય થયા છે. ઈન્ડિયન ટ્રાફિક પોલીસના નામે ટ્રાફિક રૂલ ફોલો કરો તમારૂ ભવિષ્ય બચાવો તેવા લખાણ સાથેનો ફોટો સાથે ઈ ચલણ ઈસ્યુ થયાની એપીકે ફાઈલ મોકલી લોકો સાથે ઓનલાઈન ફોડ કરવાની નવી મોડસ ઓપરેન્ડી લઈ આવ્યા છે.
આ ફાઈલ ઓપન કરતા તેમાં રહેલો માલવેર વ્યક્તિના મોબાઈલ ફોનની કમાન સાઈબર ઠગોને પહોંચાડી દે છે. જેમાં તમારા બેંક ખાતાની વિગતો તેમજ પાસવર્ડ સહિતની બાબતો મળી જાય છે. જેથી સાઈબર ઠગોને તમારૂ બેંક ખાતું ખાલી કરી નાંખે છે.
ક્રાઈમ બ્રાંચ સાઈબર ક્રાઈમના ડીસીપી લવીના સિહાં જણાવ્યું છે કે, આ ફાઈલ અજાણી વ્યક્તિએ મોકલી હોય અથવા તો બિનસતાવર સાઈટ પર હોય તો ડાઉનલોડ ના કરવી જોઈએ. આ અંગે અમે જાગૃતી કાર્યક્રમો ગોઠવી લોકોને આ બાબતે એલર્ટ કરી રહ્યા છીએ.
ટ્રાફિક પોલીસના ઈ ચલણ ઈસ્યુ થયાના મથાળા હેઠળની જ ફાઈલ કે જે અજાણી વ્યક્તિએ સોશિયલ મીડિયામાં સેન્ડ કરી હોય તે ઓપન ના કરવાની હું સલાહ આપું છું. સાઈબર ગઠિયાઓ દ્વારા આ ફાઈલ માલવેર મુકી બનાવાય છે. તે ઓપન કરતા જ તમારા ફોનનો એક્સેસ આરોપી પાસે જતો રહેશે