જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર: ગામમાં ઘેરા રોષની લાગણી
ટંકારા તાલુકાનાં ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની યુવતીને ભાગડી ગયેલ છે અને દીકરી કયા છે તેનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી ગામના લોકો આક્રોશ સાથે ટંકારાના ધારાસભ્ય પાસે આવ્યા હતા ત્યાર બાદ ધારાસભ્યએ આ ભાજપના આગેવાનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખને ભલામણ કરેલ છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા ભગાડી ગયેલ છે તો પણ તે પરિવારની ફરિયાદ લેવામાં આવતી ન હતી જેથી કરીને પરિવારને સાથે રાખીને ગામના લોકો ત્યાં આવ્યા હતા.
ત્યારે કોઈપણ ભોગે દીકરીને પછી લાવવાની માંગ કરી હતી જેથી કરીને ધારાસભ્યએ એસપી અને ડીવાયએસપી સાથે વાત કરીને ઘટતી કાર્યવાહી કરવાનું કહ્યું હતું અને બેચર ઘોડાસરાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.
તેવું જણાવ્યુ હતું.ત્યાર બાદ ધારાસભ્યએ લોકોનો રોષ પારખીને બેચર ઘોડાસરાને ભાજપના સક્રિય અને પ્રાથમિક સભ્યપદ ઉપરથી તેણે સસ્પેન્ડ કરવા માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીને ભલામણ પત્ર લખ્યો છે. તેવી માહિતી ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે.