Sunday, March 23, 2025
HomeFeatureપહેલી ઓગસ્ટથી લાગુ થશે FASTagના આ નવા નિયમો, જાણો શું ફેરફાર કરાયા

પહેલી ઓગસ્ટથી લાગુ થશે FASTagના આ નવા નિયમો, જાણો શું ફેરફાર કરાયા

અપડેટેડ ફાસ્ટેગ નિયમો પહેલી ઓગસ્ટથી અમલી બનશે, જેમાં ટોલ ચૂકવણી પ્રક્રિયામાં સુધારો કરવા અને ટોલ બૂથ પર ભીડ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નવા ફાસ્ટેગ નિયમો હેઠળ, KYC 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. ફાસ્ટેગ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ આ સમયમર્યાદા સુધીમાં ત્રણથી પાંચ વર્ષ પહેલાં જારી કરાયેલા તમામ ફાસ્ટેગ માટે KYC પૂર્ણ કરવું જરૂરી છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ ફાસ્ટેગ KYCની જરૂરિયાત છે. કેવાયસી પ્રક્રિયા પહેલી ઓગસ્ટથી શરૂ થશે અને ફાસ્ટેગના ગ્રાહકોએ NPCI દિશાનિર્દેશોનું પાલન કરવા માટે નિયમ સમય મર્યાદાની અંદર કેવાયસી અપડેટ કરવાની ખાતરી કરવાની રહેશે. ચાલો જાણીએ નવા નિયમો વિશે..

આ સાત ફેરફારો

5 વર્ષ જૂના ફાસ્ટેગને બદલવુંઃ 5 વર્ષથી વધુ જૂના ફાસ્ટેગને બદલવા પડશે.

3 વર્ષથી જૂના ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ: 3 વર્ષથી વધુ પહેલાં જારી કરાયેલા ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરાવવું જરૂરી.

વાહનની વિગતો લિંક કરવી: વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબર ફાસ્ટેગ સાથે લિંક કરવો પડશે.

નવા વાહનની રજિસ્ટ્રેશન અપડેટ: નવું વાહન ખરીદવાના 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરવાનો રહેશે.

ડેટાબેઝ વેરિફિકેશનઃ ફાસ્ટેગ પ્રોવાઈડર્સે તેમના ડેટાબેઝની ચકાસણી કરવી પડશે.

ફોટો અપલોડ જરૂરી: કારની આગળ અને બાજુના સ્પષ્ટ ફોટા અપલોડ કરવા જરૂરી.

મોબાઈલ નંબર લિંક કરવોઃ ફાસ્ટેગને મોબાઈલ નંબર સાથે લિંક કરવું ફરજિયાત છે.

વધુમાં, પહેલી ઓગસ્ટથી, કંપનીઓએ NPCIના આદેશોનું પાલન કરવું પડશે, જેમાં ત્રણથી પાંચ વર્ષ જૂના ફાસ્ટેગ્સ માટે KYC અપડેટ કરવું અને 31 ઓક્ટોબર સુધીમાં પાંચ વર્ષથી જૂના ફાસ્ટૅગ્સને બદલવાનો સમાવેશ થાય છે. વાહન માલિકોએ પણ 31 ઓક્ટોબર, 2024 સુધીમાં તેમનું KYC પૂર્ણ કરવું જરૂરી છે.

ફાસ્ટેગ સર્વિસ માટે વસૂલવામાં આવતો ચાર્જ

સ્ટેન્ટમેન્ટ – રૂ. 25 પ્રતિ એક

ફાસ્ટેગ બંધ કરાવવું – રૂ. 100

ટેગ મેનેજમેન્ટ – રૂ 25/ક્વાર્ટર

નેગેટિવ બેલેન્સ – રૂ. 25/ક્વાર્ટર

3 મહિનામાં ટ્રાન્જેક્શન ન કર્યું તો નિષ્ક્રિય થશે

અમુક ફાસ્ટેગ કંપનીઓએ એવો નિયમ ઉમેર્યો છે કે, જો ત્રણ મહિના સુધી ફાસ્ટેગ દ્વારા એક પણ ટ્રાન્જેક્શન ન થયું તો તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. જેને ફરીથી એક્ટિવેટ કરાવવા માટે પોર્ટલ પર જવું પડશે. આ નિયમ એવા લોકો માટે મુશ્કેલી ઊભી કરશે જેઓ તેમના વાહનોનો ઉપયોગ મર્યાદિત અંતર માટે કરે છે, જેમાં કોઈ ટોલ કાપવામાં આવતો નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!