મોરબીની મધુસ્મૃતિ-શાંતિવન સોસાયટીને અશાંતધારા હેઠળ સમાવવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં શોભેશ્ર્વર મંદિર પાસે આવેલ મધુસ્મૃતિ અને શાંતિવન સોસાયટીના લોકોએ હિન્દુ સંગઠનના આગેવાનોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓની સોસાયટીને અશાંતધારા હેઠળ સમાવવામાં આવે તેવી માંગ કરેલ છે.

હાલમાં બંને સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓની સોસાયટીમાં હિન્દુ ધર્મના 800 લોકોના મકાન આવેલા છે. પરંતુ છેલ્લા બે મહિનાથી અમુક બિલ્ડરોએ સોસાયટીના નિયમ વિરુદ્ધ જઈને અન્ય ધર્મના લોકોને મકાનો વેચી રહ્યા છે. જેથી ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે.

અને ઘણી વખત ત્યાં રહેતા લોકોને માર મારવાની ધમકી પણ આપવામાં આવે છે જેથી તેઓના વિસ્તારને અશાંતધારામાં સમાવી લેવામાં આવે તેવી માંગ કરી છે. અને બીજા ધર્મના લોકોને બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરો મકાન વેંચી રહ્યા છે તેના ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે હિન્દુ સંગઠનના આગેવાન પુષ્પરાજસિંહ અને આરએસએસના લાલજીભાઇ પુનપરા સહિતના હાજર રહ્યા હતા.

error: Content is protected !!
Exit mobile version