વોટ્સએપે એન્ડ્રોયડ યુઝર્સ માટે એક નવું આલ્બમ પિકર ફીચર રોલ આઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે ફોટો અને વીડિયો સરળતાથી પસંદ કરી શકશે.

વોટ્સએપ એક ઈન્સટેન્ટ મેસેજિંગ એપ છે, જેનો ઉપયોગ દુનિયાભરમાં કરોડો લોકો કરે છે. તેનો ઉપયોગ લોકો મિત્રો અને સંબંધીઓ સાથે ચેટ કરવા, ઓડિયો-વીડિયો ફાઇલ શેર કરવા કે ઓડિયો-વીડિયો કોલ કરવા માટે કરે છે. આ એપમાં એવા ઘણા ફીચર્સ મળે છે, જે લોકો માટે ખુબ કામના હોય છે.

કંપની પોતાના યુઝર્સ માટે સતત નવા-નવા ફીચર લાવતી રહે છે. હવે કંપનીએ યુઝર્સ માટે એક ખાસ નવું આલ્બમ પિકર ફીચર રોલઆઉટ કર્યું છે. એન્ડ્રોયડ યુઝર્સ માટે આ નવું આલ્બમ પિકર ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું છે.

WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે આ ફીચરની મદદથી યુઝર્સ હવે ફોટો અને વીડિયો સરળતાથી પસંદ કરી શકશે. યુઝર્સ માટે આ ફીચર્સ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવો તમને આ ફીચર વિશે જણાવીએ.

કઈ રીતે કામ કરશે આ ફીચર
હાલમાં આ ફીચર વોટ્સએપના બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે. આ નવા ફીચરથી યુઝર્સને ફોટો અને વીડિયો પસંદ કરવામાં સરળતા રહેશે. પહેલા યુઝર્સને ગેલેરી ટેબ દ્વારા અલગ-અલગ આલ્બમ ખોલવા પડતા હતા, પરંતુ હવે નવા અપડેટ બાદ ગેલેરી ઈન્ટરફેસમાં ફેરફાર થયો છે.

હવે યુઝર્સ સીધા આલ્બમ ટાઈટલ બ્યૂમાં સિલેક્ટરની મદદથી આલ્બમ પસંદ કરી શકશે. વોટ્સએપના આ નવા ફીચરથી યુઝર્સને ફોટો અને વીડિયો શેર કરવામાં સરળતા રહેશે. આ સિવાય ગેલેરીનો નવો લુક પણ ખુબ સારો છે.














