માળિયા તાલુકાના વાવણિયા ગામે રહેતા અને ગાયત્રી વે બ્રીજમાં નોકરી કરતા અસ્લમભાઈ અભરામભાઈ કચા જાતે વાઘેર (22)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 3 બીટી 7414 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેને જણાવ્યૂ છે કે, નવલખી પોર્ટ ઉપર આવેલ ગાયત્રી વે બ્રિજમાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક ટ્રેલરને પ્લેટફોર્મ ઉપર લઈને જોરદાર બ્રેક લગાવી હતી અને બીજી વખત ટ્રક ટ્રેલરને એકદમ આગળ લેતા વે બ્રિજનું પ્લેટફોર્મ તેની મૂળ જગ્યાએથી નીચે પડી જતા વે બ્રિજના લોડ સેલ 8 નંગ તૂટી ગયા હતા જેથી કરીને ચાર લાખની નુકસાની વે બ્રિજમાં થયેલ છે.

પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

















