Thursday, October 31, 2024
HomeFeatureતમારી પાસે બચ્યા માત્ર 2 જ દિવસ, ITR ન ભર્યું તો આ...

તમારી પાસે બચ્યા માત્ર 2 જ દિવસ, ITR ન ભર્યું તો આ 5 નુકસાન ઉઠાવવાની તૈયારી રાખજો

ડેડલાઈન ચૂકનારા લોકોને માત્ર નવા રિજીમમાં જ આઈટીઆર ભરવાની છૂટ છે. તેનો સીધો અર્થ એ થયો કે, તમને કોઈપણ પ્રકારની ટેક્સ છૂટ નહીં મળે. આ ઉપરાંત ઈનકમ ટેક્સ વિભાગ પેનલ્ટી અને લેટ ફી લગાવશે.

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની ડેડલાઈન ખત્મ થવામાં હવે બસ 2 દિવસનો સમય બચ્યો છે. 31 જુલાઈ સુધી દરેક સ્થિતિમાં આઈટીઆર ન ભર્યું તો તેનાથી માત્ર નુકસાન જ નુકસાન થવાનું છે. સૌથી મોટું નુકસાન તો એ જ થશે કે, તમે જૂના રિજીમમાં તમારું રિટર્ન ભરી જ નહીં શકો. ડેડલાઈન ચૂકનારા લોકોને માત્ર નવા રિજીમમાં જ આઈટીઆર ભરવાની છૂટ છે. તેનો સીધો અર્થ એ થયો કે, તમને કોઈપણ પ્રકારની ટેક્સ છૂટ નહીં મળે. આ ઉપરાંત ઈનકમ ટેક્સ વિભાગ પેનલ્ટી અને લેટ ફી લગાવશે. જો તમે આ વિશે જરા પણ બેદરકારીના મૂડમાં છો, તો અત્યારે જ સતર્ક થઈ જાઓ.

જાણકારી અનુસાર, ઈનકમ ટેક્સ વિભાગ 2024ની આ ડેડલાઈનને કોઈપણ પ્રકારે વધારવાના મૂડમાં નથી અને જો તમે 31 જુલાઈનીન ડેડલાઈન ચૂકી ગયા તો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે. માનસિક મુશ્કેલીઓ ઉપરાંત રૂપિયાનું પણ નુકસાન થશે. ઈનકમ ટેક્સ વિભાગે આ ડેડલાઈનને લઈને નિયમ એટલા કડક કરી દીધા છે કે, તમે એક વખત જાળમાં ફસાયા તો ભવિષ્યમાં ક્યારેય આવી બેદરકારી નહીં રાખો. માનસિક અને આર્થિક પરેશાની ઉપરાંત જેલ જવા સુધીની પર પરિસ્થિતિ આવી શકે છે.

10,000 રૂપિયા લેટ ફી- જો તમે 31 જુલાઈની ડેડલાઈન ચૂકી ગયા તો સૌથી પહેલા ઈનકમ ટેક્સની ધારા 234F હેઠળ લેટ ફી ચૂકવવી પડશે, ત્યારે જ તમે ITR ભરી શકશો. જો તમે 31 ડિસેમ્બર પહેલા તમારું આઈટીઆર ભરી લેશો, તો 5000 રૂપિયા લેટ ફી લાગશે, જ્યારે ત્યારપછી ભરો છો, તો 10 હજાર રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. અહીં ધ્યાન આપો કે, જો તમારી કમાણી 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો મહત્તમ દંડ માત્ર 1,000 રૂપિયા થશે.

વ્યાજ પણ આપવું પડશે- જો તમે ડેડલાઈન બાદ આઈટીઆર ભરો છો, તો જેટલો ટેક્સ તમારે ભરવો પડશે, તેના પર દર મહિને 1 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. આવકવેરાની કલમ 234A હેઠળ જો કોઈ મહિનામાં એક દિવસ પણ ઉમેરવામાં આવે તો આખો મહિનો ગણાશે.

જૂનું રિજીમ થઈ જશે ખત્મ- સૌથી મોટો ગેરલાભ એ હશે કે જો તમે સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો તમે જૂના ટેક્સ રિજીમ હેઠળ તમારું ITR ફાઇલ કરી શકશો નહીં. હવે તમે ટેક્સ બચાવવા માટે ગમે તેટલું રોકાણ કર્યું હોય અથવા વીમો વગેરે ખરીદ્યો હોય, તમે તેના પર કોઈપણ ટેક્સ છૂટનો દાવો કરી શકતા નથી. તમે કદાચ જૂનું રિજીમ પસંદ કર્યું હશે, પરંતુ સમયમર્યાદા ચૂકી ગયા પછી, તમારું ITR આપમેળે નવા રિજીમ પર સ્વિચ થઈ જશે.

નુકસાનનું કોઈ એડજસ્ટમેન્ટ નહીં- ડેડલાઈન ચૂકનારા ટેક્સપેયર્સને પોતાનો બિઝનેસ કે કોઈ અન્ય કેપિટલ ગેઈનના નુકસાન પર મળનારું એડજસ્ટમેન્ટ પણ નહીં મળે. આમ તો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ અથવાપ્રોપર્ટી પર જો નુકસાન થયું છે, તો આગામી 8 વર્ષ સુધી તેને કેરી ફોરવર્ડ કરીને નુકસાનનું સમાયોજન કરી શકો છો, પરંતુ ડેડલાઈન ખત્મ થઈ તો આ સુવિધા પણ નહીં મળે.

રિફંડનું વ્યાજ પણ થઈ જશે જપ્ત- જો તમારું કોઈપણ પ્રકારનું રિફંડ બને છે, તો ડેડલાઈન બાદ રિટર્ન ભરવા પર આ રિટર્ન પર મળનારું વ્યાજ પણ જપ્ત કરી લેવામાં આવશે. આ ડેડલાઈનની અંદર રિટર્ન ભરનારા લોકોને રિફંડ પર વ્યાજ પણ મળશે.

હજુ સુધી કેટલા ITR ફાઈલ થયા- ભારતમાં ગત વર્ષે લગભગ 8 કરોડ ITR ભરવામાં આવ્યા હતા. આ વર્ષે 29 જુલાઈની બપોર સુધી 5.43 કરોડ રિટર્ન દાખલ થઈ ચૂક્યા હતા. જો ગત વર્ષ 31 જુલાઈના આંકડાની વાત કરીએ તો તે 6.77 કરોડ હતો, જ્યારે 31 ડિસેમ્બર ખત્મ થવા સુધી 8.18 કરોડ રિટર્ન દાખલ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!